14 December, 2022 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશની સૌથી મોટી ધિરાણકર્તા એસબીઆઇના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં ૫.૮૮ ટકાનો ફુગાવાનો દોર વ્યાજદર વધારાના ચક્રને સમાપ્ત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આ સત્તાવાર ડેટા દર્શાવે છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો નવેમ્બરમાં ૫.૮૮ ટકા આવ્યો હતો, જે આ વર્ષે આરબીઆઇના લક્ષ્યાંક બૅન્ડમાં પ્રથમ વખત આવ્યો છે. આરબીઆઇ જેણે ફુગાવા સામે લડવા માટે મે મહિનાથી સંચિત ૨.૨૫ ટકાનો વ્યાજદર વધાર્યો છે એને ‘હેકિશ’ ગણાવતાં અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ભારતમાં નવેમ્બર માટે ભારતીય હેડલાઇન સીપીઆઇ દર વધારાના ચક્રને સમાપ્ત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી અમેરિકામાં ફુગાવો અંકુશમાં ન આવે ત્યાં સુધી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવો પડી શકે છે, જે વિનિમય દરમાં અસ્થિરતા અને ચલણના અવમૂલ્યનમાં પરિણમે છે. જોકે અર્થશાસ્ત્રીઓ માને છે કે મુખ્ય ફુગાવો ડિસેમ્બર ૨૦૨૨ - જાન્યુઆરી ૨૦૨૩માં ૬.૫૦-૬.૭૦ ટકાની રેન્જમાં
ફરી વધશે અને માર્ચ ૨૦૨૩ સુધી એ ઘટીને પાંચ ટકા થઈ જશે.