27 December, 2022 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટર ફોર ઇકૉનૉમિક્સ ઍન્ડ બિઝનેસ રિસર્ચ (સેબ્ર)એ સોમવારે જણાવ્યું હતું કે ભારતની વૃદ્ધિના માર્ગે દેશ ૨૦૨૨માં વર્લ્ડ ઇકૉનૉમિક લીગ ટેબલ પર પાંચમા સ્થાનેથી વધીને ૨૦૩૭ સુધીમાં વૈશ્વિક રૅન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચશે.
એના વાર્ષિક વર્લ્ડ ઇકૉનૉમિક લીગ ટેબલ ૨૦૨૩માં જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં જીડીપી વૃદ્ધિનો વાર્ષિક દર સરેરાશ ૬.૪ ટકા રહેવાની ધારણા છે, જે પછીના નવ વર્ષમાં વૃદ્ધિ સરેરાશ ૬.૫ ટકા રહેવાની ધારણા છે. આ વૃદ્ધિના માર્ગે ભારત ૨૦૨૨માં વર્લ્ડ ઇકૉનૉમિક લીગ ટેબલ પર પાંચમા સ્થાનેથી વધીને ૨૦૩૭ સુધીમાં વૈશ્વિક રૅન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચશે, એમ કન્સલ્ટન્સીએ સોમવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું હતું. સેબ્રે જણાવ્યું હતું કે ૨૦૨૨માં ભારતનો અંદાજિત પીપીપી-વ્યવસ્થિત જીડીપી માથાદીઠ ૮૨૯૩ ડૉલર હતો, જે એને નીચી મધ્યમ આવક ધરાવતા દેશ તરીકે વર્ગીકૃત કરે છે. પીપીપી-જીડીપી એ ખરીદશક્તિ સમાનતા દરોનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ડૉલરમાં રૂપાંતરિત કુલ સ્થાનિક ઉત્પાદન છે.
મોટા ભાગનાં ભારતનાં શ્રમ બજારનો મોટો ભાગ કૃષિ રોજગારી આપે છે એમ છતાં સેબ્રે જણાવ્યું હતું કે દેશની મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિ રાષ્ટ્રના સેવાક્ષેત્ર દ્વારા જવાબદાર છે, કારણ કે એની અર્થવ્યવસ્થા વર્ષોથી વૈવિધ્યસભર અને વિકસિત થઈ છે.