15 March, 2023 04:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સિલિકૉન વૅલી બૅન્ક કાચી પડ્યા બાદ રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતીય શૅરબજારમાં ઘટાડાની ચાલ અને વિદેશી ફન્ડોની વેચવાલી સતત વધી રહી હોવાથી રૂપિયામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે રૂપિયો ડૉલર સામે દિવસના અંતે ૩૬ પૈસા નબળો પડ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૨૮ પર ખૂલ્યો હતો અને એક તબક્કે વધુ નબળો પડીને ૮૨.૫૦૭૫ સુધી પહોંચ્યા બાદ ૮૨.૪૯ની સપાટી પર બંધ રહ્યો, જે અગાઉ ૮૨.૧૩૨૫ પર બંધ રહ્યો હતો.