08 February, 2023 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રૂપિયામાં ડૉલર સામે મામૂલી સુધારો જોવા મળ્યો હતો. રિઝર્વ બૅન્કની મૉનેટરી પૉલિસીની બેઠક પહેલાં રૂપિયો સરેરાશ સ્થિર રહીને દિવસના અંતે ત્રણ-ચાર પૈસા સુધર્યો હતો. રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદર વિશેનો નિર્ણય લેવયા બાદ રૂપિયાની લાંબા ગાળાની ચાલ નક્કી થશે.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૬૭પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન એક તબક્કે ૮૨.૮૧ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૮૨.૭૧ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૭૪૫૦ પર બંધ રહ્યો હતો. આમ ત્રણ-ચાર પૈસાનો સુધારો હતો.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની સોમવારથી ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ છે, જે બુધવારે પૂરી થશે અને બુધવારે વ્યાજદરમાં ફેરફાર વિશેનો નિર્ણય જાહેર કરવામાં આવશે. સંભવિત વ્યાજદર સ્થિર રહે અથવા તો ૦.૨૫ ટકાનો વધારો થાય એવી સંભાવના ઍનલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે.
શૅરબજારમાં ઘટાડો અને ફૉરેન ફન્ડોની લેવાલી ઘટી હોવાથી એની અસરે પણ રૂપિયામાં આજે મર્યાદિત જ સુધારો જોવા મળ્યો હતો.