26 April, 2023 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય રૂપિયામાં ડોલર સામે સુધારાને બ્રેક લાગીને મામૂલી ઘસારો જોવા મળ્યો હતો. જોકે રૂપિયો હજી પણ ૮૨નાં લેવલની અંદર છે અને મંગળવારે આખો દિવસ આ લેવલથી અંદર જ રહ્યો હતો, જે પોઝિટીવ સંકેત છે.
ભારતીય રૂપિયો ડોલર સામે ૮૧.૮૮ પર ખૂલ્યો હતો અને દિવસ દરમિયાન એક તબક્કે ૮૧.૮૬ સુધી સુધરીને છેલ્લે ૮૧.૯૩૨૫ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૧.૯૧૫૦ પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં બે પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ડોલર ઈન્ડેક્સ રૂપિયો બંધ થયો ત્યારે ૧૦૧.૫૯ પર હતો, જે આગલા દિવસે ૧૦૧.૭૦ પર હતો. ક્રૂડતેલના ભાવ આજે દિવસની શરૂઆત દરમિયાન ઘટ્યાં હોવાથી રૂપિયાને ટેકો મળ્યો હતો. ચીનની ક્રૂડેતલની માંગ આગામી દિવસોમાં જો વધશે તો ક્રુડનો ઘટાડો અટકી શકે છે. ઈકોનોમી ગ્રોથમાં ઘટાડો પણ ક્રૂડનાં વધતા ભાવ સામે બ્રેક સમાન કારણ છે.