10 January, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય રૂપિયો સોમવારે ઝડપથી મજબૂત થયો હતો, કારણ કે ગયા અઠવાડિયે જાહેર કરાયેલા આર્થિક ડેટા પછી ફેડરલ રિઝર્વ એના વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી કરશે એવી આશાને પ્રેરિત કર્યા પછી ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો.
ભારતીય રૂપિયો સોમવારે ઇન્ટ્રા ડે ૮૨.૩૦ની સપાટીએ પહોંચ્યો હતો, જે એક મહિનાની ઊંચી સપાટીએ હતો, જે ગયા સપ્તાહે ૮૨.૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો.
એડલવાઇસ ફાઇનૅન્શિયલ સિક્યૉરિટીઝના હેડ ફૉરેક્સ ઍન્ડ રેટ સજલ ગુપ્તાએ જણાવ્યું હતું કે રૂપિયા માટે ૮૨.૪૦નું લેવલ મહત્ત્વપૂર્ણ છે.
જો રૂપિયો આની નીચે જશે તો આગામી દિવસોમાં રૂપિયો ઘટીને ૮૧.૮૦-૮૧.૫૦ સુધી પહોંચી શકે છે. અમેરિકામાં વેતનવૃદ્ધિ દર મહિને ધીમી પડી છે, જ્યારે સેવાઓની પ્રવૃત્તિ અઢી વર્ષમાં પ્રથમ વખત સંકોચાઈ છે. ફેડ દ્વારા વ્યાજદર હવે ધીમો પડે એવી ધારણા છે.