ફેડની બેઠક પૂર્વે રૂપિયામાં વધુ ૮ પૈસાનો ઘટાડો

04 January, 2023 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરબૅન્ક ફૉરેન એક્સચેન્જ માર્કેટમાં, ગ્રીનબૅક સામે રૂપિયો ૮૨.૬૯ પર સકારાત્મક નોંધ પર ખૂલ્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વિદેશમાં મજબૂત ડૉલર અને સતત વિદેશી ભંડોળના પ્રવાહને કારણે રૂપિયો પ્રારંભિક લાભને પચાવી ગયો અને મંગળવારે અમેરિકન ડૉલર સામે ૮ પૈસા ઘટીને ૮૨.૮૬ પર બંધ રહ્યો હતો.
ઇન્ટરબૅન્ક ફૉરેન એક્સચેન્જ માર્કેટમાં, ગ્રીનબૅક સામે રૂપિયો ૮૨.૬૯ પર સકારાત્મક નોંધ પર ખૂલ્યો હતો, પરંતુ શરૂઆતનો સુધારો ઓસરીને ઇન્ટ્રા-ડે ૮૨.૯૨ નીચી સપાટીએ ગયો હતો.
સ્થાનિક ચલણ છેલ્લે ૮૨.૭૯ના એના પાછલા બંધ કરતાં ૮ પૈસા ઘટીને ૮૨.૮૬ પર બંધ રહ્યો હતો.

ડૉલર ઇન્ડેક્સ, જે ૬ ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબૅકની મજબૂતાઈને માપે છે એ એક ટકો વધીને ૧૦૪.૫૫ પર ટ્રેડ કરી રહ્યો હતો.

એચડીએફસી સિક્યૉરિટીઝના રિસર્ચ ઍનલિસ્ટ દિલીપ પરમારના જણાવ્યા અનુસાર આયાતકારો ડૉલરની ખરીદી માટે દોડી આવતાં ભારતીય રૂપિયો એની નીચેની તરફ આગળ વધતો રહ્યો, જ્યારે વેપારીઓ બુધવારની ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગની મિનિટોની રાહ જોતા હોવાથી નાણાપ્રવાહ શાંત રહ્યો. રૂપિયો ૮૨.૪૦થી ૮૨.૯૫ની સાંકડી રેન્જમાં અથડાયા કરશે.

business news indian rupee