રૂપિયો ડૉલર સામે ૭ પૈસા નબળો પડ્યો

11 April, 2023 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ પણ વધીને ૧૦૨.૦૩ પર પહોંચ્યો હતો, જે ગયા સપ્તાહે ૧૦૧.૯૭ પર હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતીય રૂપિયો ડૉલર સામે ફરી નબળો પડ્યો હતો અને રૂપિયો ૮૨ના લેવલની નજીક પહોંચી ગયો હતો. ડૉલરમાં મજબૂતાઈ અને ઑઇલ કંપનીઓ દ્વારા માગ વધી હોવાથી રૂપિયો ૭.૨૫ પૈસા નબળો પડ્યો હતો.

ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૮૮ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન વધુ નબળો પડીને ૮૧.૯૮૭૫ સુધી પહોંચીને દિવસના અંતે ૮૧.૯૬૭૫ પર બંધ રહ્યો હતો, જે ગયા સપ્તાહે ગુરુવારે ૮૧.૮૯૫૦ પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં ૭.૨૫ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઓપેક દ્વારા તાજેતરમાં ઉત્પાદનકાપની જાહેરાત બાદ ક્રૂડ તેલના ભાવમાં સુધારો થયો હોવાથી આયાતકારો દ્વારા ડૉલરની માગ વધી હતી.  અમેરિકન ડૉલર ઇન્ડેક્સ પણ વધીને ૧૦૨.૦૩ પર પહોંચ્યો હતો, જે ગયા સપ્તાહે ૧૦૧.૯૭ પર હતો. આમ ડૉલર ઇન્ડેક્સ મજબૂત બનતાં રૂપિયો તૂટ્યો હતો. ભારતીય રૂપિયામાં ચાલુ સપ્તાહ દરમ્યાન બેતરફી ચાલની સંભાવના છે. રિઝર્વ બૅન્કે વ્યાજદર વધારો ટાળ્યો છે, પરંતુ આગામી જૂનની પૉલિસીમાં વ્યાજદર વધારો આવે એવી ધારણા છે.

business news commodity market indian rupee