24 January, 2023 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રૂપિયો ડૉલર સામે સરેરાશ સોમવારો નબળો રહ્યો હતો, પરંતુ દિવસ દરમ્યાન રૂપિયાએ ૮૧ની સપાટી પણ તોડી હતી, પરંતુ એ બહુ જાજો સમય ટકી શકી નહોતી અને દિવસના અંતે રૂપિયામાં આગલા બંધ કરતાં ૨૭ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૦.૯૫ની સપાટી પર ખૂલ્યો હતો અને એક તબક્કે મજબૂત બનીને ૮૦.૯૦ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૮૧.૪૦ પર બંધ રહ્યો હતો, જે ગયા શુક્રવારે ૮૧.૧૩ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ ૨૭ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ક્રૂડ તેલના આયાતકારોની વધતી માગ સામે રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલરની વેચવાલી કરવામાં આવી હોવાથી રૂપિયામાં સુધારો થયો હતો, પરંતુ બહુ લાંબો સમય ટક્યો નહોતો. જો ડૉલરની વેચવાલી સામે માગ ઓછી રહી હોત તો રૂપિયામાં સુધારો ટકી શકત. ક્રૂડ તેલના ભાવ ૮૮ ડૉલરની સપાટીને પાર થતાં આયાતકારો દ્વારા ડૉલરની ખરીદી કરવામાં આવી હતી.