09 November, 2022 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ચોખાના નિકાસભાવ ઠંડા પડવા લાગ્યા છે. નરમ માગ અને રૂપિયામાં ઘટાડાને કારણે આ અઠવાડિયે ભારતના ચોખાના નિકાસના ભાવ બે મહિનાની નીચી સપાટીએ આવી ગયા હતા, જ્યારે થાઇલૅન્ડમાં ચોખાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો.
ટોચના નિકાસકાર ભારતના પાંચ ટકા બ્રોકન પરબોઇલ્ડ વરાઇટીના ભાવ ૩૭૦થી ૩૭૫ ડૉલર પ્રતિ ટન ક્વોટ થયા હતા, જે ગયા સપ્તાહે ૩૭૫થી ૩૮૪ ડૉલર પ્રતિ ટન હતા. રૂપિયામાં ઘટાડો, વિદેશી વેચાણમાંથી વેપારીઓના માર્જિનમાં વધારો થયો હતો.
દક્ષિણી રાજ્ય આંધ્ર પ્રદેશના કાકીનાડાસ્થિત એક નિકાસકારે જણાવ્યું હતું કે નવી સીઝનના પાકમાંથી વધતા પુરવઠા વચ્ચે આફ્રિકન ખરીદદારોની માગ નરમ પડી રહી છે.
જોકે આ મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ જેવાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કાપણી પહેલાં ભારતમાં ભારે વરસાદે ચોખાને નુકસાન પહોંચાડ્યું હતું.
થાઇલૅન્ડના પાંચ ટકા તૂટેલા ચોખાના ભાવ ટન દીઠ ૪૦૫થી ૪૧૦ ડૉલર પ્રતિ ટન બોલાયા હતા, જે ગયા સપ્તાહે ૪૦૫ ડૉલરની સરખામણીએ નીચા હતા. વેપારીઓનું કહેવું છે કે ડિલિવરી થઈ રહી હોવાથી માગ શાંત છે.
પુરવઠાની સ્થિતિ સ્થિર છે, કારણ કે પાણીના સ્તરમાં થોડો ઘટાડો ઉત્પાદનને અસર કરતો નથી અને પૂરથી મર્યાદિત નુકસાન થયું છે, એમ તેઓએ જણાવ્યું હતું. ઉત્તરપૂર્વીય થાઇલૅન્ડમાંથી ચોખા બજારમાં આવી રહ્યા છે, એમ બૅન્ગકોકસ્થિત એક વેપારીએ જણાવ્યું હતું. વિયેટનામના પાંચ ટકા તૂટેલા ચોખાની કિંમત એક સપ્તાહ પહેલાંની સરખામણીએ અપરિવર્તિત હતી, જે ટન દીઠ ૪૨૫થી ૪૩૦ ડૉલર હતી.