12 April, 2023 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાંથી ચોખાની માગમાં સુધારો અને રૂપિયામાં વૃદ્ધિને કારણે આ સપ્તાહે ચોખાના ભારતીય નિકાસભાવમાં વધારો થયો છે, જ્યારે વિયેતનામના દર આર્થિક અને રાજકીય ચિંતાઓને આધારે ઊંચા રહેવાની ધારણા છે.
ટોચના નિકાસકાર ભારતની પાંચ ટકા તૂટેલી પેરાબોઇલ્ડ વરાઇટી ચોખાના ભાવ આ અઠવાડિયે ૩૮૩થી ૩૮૯ ડૉલર પ્રતિ ટનના ભાવે ક્વોટ થયા હતા, જે ગયા સપ્તાહના ૩૮૦થી ૩૮૫ ડૉલર પ્રતિ ટન કરતાં વધ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોમાં તમામ કૃષિ કૉમોડિટીઝના ભાવમાં વ્યાપક રિકવરી જોવા મળી હતી, એ ચોખાના ભાવને ઊંચા લાવવામાં પણ મદદ કરી રહી છે એમ આંધ્ર પ્રદેશના દક્ષિણ રાજ્યના કાકીનાડા ખાતેના એક નિકાસકારે જણાવ્યું હતું.