ભારત ૧૦ હજાર ટન ઘઉં અફઘાનિસ્તાન નિકાસ કરશે

19 April, 2023 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માનવતાના ધોરણે યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સમજૂતી કરારો થયા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ભારત અફઘાનિસ્તાનમાં સતત બીજા વર્ષે ઘઉંની નિકાસ કરવા માટે તૈયાર થયું છે. ભારતે ખાદ્ય કટોકટીનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકો માટે ૧૦ હજાર ટન ઘઉંની માનવતાવાદી ખાદ્ય સહાય માટે યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે સમજૂતીના કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

ગયા વર્ષે ભારત તરફથી ૪૦ હજાર ટન ઘઉંના નિકાસ યોગદાનને પગલે સમગ્ર અફઘાનિસ્તાનમાં ૨૩૦ લાખ ખોરાક-અસુરક્ષિત લોકો માટે સહાયની વ્યવસ્થા કરી હતી.

વિદેશ મંત્રાલયના પાકિસ્તાન-અફઘાન-ઈરાન વિભાગના સંયુક્ત સચિવ જે. પી. સિંઘ અને ભારતમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના પ્રતિનિધિ અને કન્ટ્રી ડિરેક્ટર એલિઝાબેથ ફૌરે વચ્ચે મુંબઈમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનના લોકોને ખાદ્ય સહાય માટે ભારત સરકારનો નિષ્ઠાપૂર્વક આભાર માન્યો હતો. ભારતની સહાય જરૂરિયાતમંદ પરિવારો માટે જીવનરેખા છે અને સમગ્ર અફઘાનિસ્તાનમાં લાખો લોકોને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ સહાયનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે એમ ફૌરેએ જણાવ્યું હતું.

અફઘાનિસ્તાનમાં આ કરારો હેઠળ જેને સૌથી વધુ જરૂર હોય એવા લોકોને પહેલેથી જ પહોંચાડવામાં આવેલી સહાય પર પાંચમો તબક્કો છે. ભારતે એની પ્રતિબદ્ધતા પૂરી કરી છે એમ સિંહે આ પ્રસંગે જણાવ્યું હતું.

business news commodity market afghanistan