દેશમાંથી કઠોળની નિકાસમાં ૮૦ ટકાનો ઉછાળો

28 March, 2023 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૨૭૫૦ લાખ ડૉલરની હતી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

દેશમાંથી કઠોળની નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને પગલે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની કઠોળની નિકાસ સંભવતઃ ચણા અને મસૂરની વધતી માગને કારણે નવો રેકૉર્ડ બનાવશે. ખાસ કરીને ચીન, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને બંગલાદેશની નિકાસ સારી થઈ હોવાથી કુલ નિકાસ વધશે.

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરીના સમયગાળા દરમ્યાન કઠોળની નિકાસ વૉલ્યુમની દૃષ્ટિએ ૮૦ ટકા વધીને ૫.૩૯ લાખ ટનની થઈ હતી. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં નિકાસ ત્રણ લાખ ટન થઈ હતી.

ડૉલરના સંદર્ભમાં, એપ્રિલ-જાન્યુઆરી દરમ્યાન કઠોળની નિકાસ ૭૩ ટકા વધીને ૪૭૬૦ લાખ ડૉલર થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૨૭૫૦ લાખ ડૉલરની હતી.
રૂપિયાના સંદર્ભમાં નિકાસ ૮૫ ટકા વધીને ૩૭૮૪ કરોડ રૂપિયાની થઈ છે, જે અગાઉના વર્ષે ૨૦૪૮ કરોડ રૂપિયાની થઈ હતી એમ અપેડાના સત્તાવાર આંકડાઓ કહે છે.

business news commodity market