21 April, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં જીએસટીની ચોરીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ટૅક્સ અધિકારીઓ દ્વારા જીએસટીની ચોરીની તપાસ વાર્ષિક ધોરણે લગભગ બમણી થઈને ૨૦૨૨-’૨૩ના નાણાકીય વર્ષમાં ૧.૦૧ લાખ કરોડથી વધુની થઈ છે.
ગયા નાણાકીય વર્ષ દરમ્યાન જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટરેટ જનરલના અધિકારીઓ દ્વારા ૨૧,૦૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી.
અધિકારીએ કહ્યું કે સરકાર નિયમોના પાલન માટે પગલાં લઈ રહી છે અને છેતરપિંડી ઓળખવા માટે ડેટા ઍનૅલિટિક્સ અને માનવબુદ્ધિનો ઉપયોગ કરી રહી છે.
અધિકારીઓએ ૨૦૨૨-’૨૩માં ૧૦૧૩૦૦ કરોડ રૂપિયાની ચોરી શોધી કાઢી છે. એમાંથી ૨૧ હજાર કરોડની વસૂલી કરવામાં આવી છે એમ અધિકારીએ જણાવ્યું હતું. વર્ષ ૨૦૨૧-’૨૨માં તપાસ એજન્સીએ ૫૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ચોરી શોધી કાઢી હતી અને ૨૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કર વસૂલાત કરી હતી.