19 April, 2023 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફુગાવો, રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીનમાં લગભગ છ મહિના સુધી લૉકડાઉન જેવા વૈશ્વિક પડકારોને કારણે ભારતની જેમ ઍન્ડ જ્વેલરીની નિકાસ વર્ષ ૨૦૨૨-’૨૩માં માત્ર ૨.૪૮ ટકા વધીને ૩,૦૦,૪૬૨.૫૨ કરોડ રૂપિયા થઈ હતી. જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (જીજેઈપીસી)એ કહ્યું હતું કે ૨૦૨૧-’૨૨ દરમ્યાન જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ ૨,૯૩,૧૯૩.૧૯ કરોડ રૂપિયાની હતી. માર્ચ ૨૦૨૩માં જેમ ઍન્ડ જ્વેલરીની નિકાસમાં ૨૩.૭૫ ટકાનો ઘટાડો થઈને ૨૧,૫૦૧.૯૬ કરોડ રૂપિયા થઈ હતી. ગયા વર્ષે આ જ મહિના દરમ્યાન નિકાસ ૨૮,૧૯૮.૩૬ કરોડ રૂપિયા હતી. એકંદરે જેમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસ ગયા વર્ષની સરખામણીમાં ૨.૪૮ ટકા વધીને ૩,૦૦,૪૬૨.૫૨ કરોડ રૂપિયા થઈ છે.