22 December, 2022 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ૭ ટકાથી વધુના દરે વૃદ્ધિ પામે એવી શક્યતા છે. નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ જણાવ્યું હતું કે આગામી વર્ષે
પણ વૃદ્ધિદર ટકાવી રાખવો જોઈએ. જોકે આગામી બજેટમાં કોઈ નકારાત્મક આશ્ચર્ય ન હોય તો આ સ્થિતિ જોવાશે.
પનગઢિયાએ વધુમાં જણાવ્યું હતું કે મંદીની આશંકા થોડા સમયથી છે, પરંતુ અત્યાર સુધી ન તો અમેરિકા કે યુરોપિયન યુનિયન મંદીમાં ગયા છે.
આ મહિનાની શરૂઆતમાં, આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે એના વૃદ્ધિ અંદાજને અગાઉના ૭ ટકાથી ઘટાડીને ૬.૮ ટકા કર્યો હતો, જ્યારે વિશ્વ બૅન્કે એના જીડીપી વૃદ્ધિ અનુમાનને સુધારીને ૬.૯ ટકા કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે અર્થતંત્ર વૈશ્વિક આંચકાઓ માટે ઉચ્ચ સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.
પનગઢિયાએ જણાવ્યું હતું કે અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા પૉલિસી રેટમાં વધારાને કારણે મૂડીના પ્રવાહને કારણે રૂપિયા પર નોંધપાત્ર દબાણ આવ્યું છે.