30 May, 2023 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે કોવિડ રોગચાળા, યુરોપમાં સતત યુદ્ધ અને અમુક અદ્યતન અર્થવ્યવસ્થાઓમાં બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીથી ઉદ્ભવતી ભારે તાણ વચ્ચે ભારતીય બૅન્કિંગ ક્ષેત્ર ‘મજબૂત અને સ્થિર’ છે. નવી દિલ્હીમાં તાજેતરમાં જાહેર ક્ષેત્રની બૅન્કો માટે કેન્દ્રીય બૅન્ક દ્વારા અને ખાનગી ક્ષેત્રની બૅન્કો માટે આયોજિત બૅન્કોના નિર્દેશકોની કૉન્ફરન્સમાં તેમના ઉદ્ઘાટન સંબોધનમાં ગવર્નરે કહ્યું કે ‘આજે આપણું બૅન્કિંગ ક્ષેત્ર મજબૂત રીતે બહાર આવે છે અને કૅપિટલ-ટુ-રિસ્ક વેઇટેડ ઍસેટ્સ રેશિયો ૧૬.૧ ટકા, ગ્રોસ એનપીએ (નૉન-પર્ફોર્મિંગ ઍસેટ) ૪.૪૧ ટકા, નેટ એનપીએ ૧.૧૬ ટકા અને પ્રોવિઝન કવરેજ રેશિયો ૭૩.૨૦ ટકા સાથે સ્થિર છે.