ગુવારગમ અને એની પ્રોડક્ટની એપ્રિલમાં ૨૦,૦૦૦ ટનની નિકાસ

18 May, 2023 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબરથી એપ્રિલ સુધીમાં કુલ ૧.૬૯ લાખ ટનની નિકાસ

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી એપ્રિલમાં ગુવારગમ અને એની પ્રોડક્ટની નિકાસમાં ગયા વર્ષની તુલનાએ ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ મુજબ એપ્રિલ મહિનામાં ગુવારગમના પાઉડરની ૧૬,૨૦૩ ટન અને સ્પીલ્ટની ૩૮૮૪ ટનની નિકાસ થઈ હતી. આમ બન્ને મળીને કુલ ૨૦,૦૦૦ ટનની નિકાસ થઈ હતી, જે ગયા વર્ષે પાઉડરની ૧૭,૭૨૨ ટન અને સ્પીલ્ટની ૪૮૫૭ ટનની નિકાસ થઈ હતી. દેશમાંથી ચાલુ સીઝન વર્ષમાં ઑક્ટોબર ૨૦૨૨થી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ગુવારગમ અને એની પ્રોડક્ટ મળીને કુલ ૧.૬૯ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૧.૬૬ લાખ ટનની નિકાસ થઈ હતી, જેમાં પાઉડરની નિકાસ ૧.૪૦ લાખ ટન અને સ્પીલ્ટની ૨૯,૨૪૭ ટનની નિકાસ થઈ હતી, જે ગયા વર્ષે ૧.૪૦ લાખ ટન અને ૨૬,૨૫૧ ટનની નિકાસ થઈ હતી.
દેશમાં ગુવારની આવકો એપ્રિલ અંત સુધીમં ૪૭.૬૦ લાખ ટનની થઈ છે. જે ગત વર્ષે ૩૬.૦૨ લાખ ટનની થઈ હતી. ગુવારસીડ અને ગમ વાયદામાં એપ્રિલના નિકાસ આંકડાઓ નબળા આવ્યા બાદ ઘટાડો થયો હતો. રાજસ્થાનમાં ચોમાસાનું સમયસર આગમન થશે તો વાવેતર સારું થાય એવી ધારણા છે. જોકે ગયા વર્ષની તુલનાએ વાવેતર ઓછું જ થશે, કારણ કે બીજા પાકોના ભાવ સારા છે. 

business news commodity market