21 April, 2023 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
દેશમાં રૂની સીઝન જેમ-જેમ પૂરી થવા આવે છે એમ ઉત્પાદનના અંદાજ સતત ઘટતા જાય છે. ચાલુ મહિને રૂના ઉત્પાદનના અંદાજમાં દેશની અગ્રણી કૉટન સંસ્થા કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ એકસાથે ૧૦ લાખ ગાંસડીનો ઘટાડો કરી દીધો છે. કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ બુધવારે મહારાષ્ટ્ર, તેલંગણ, પંજાબ અને આંધ્ર પ્રદેશમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા હોવાથી ઑક્ટોબરથી શરૂ થતત ૨૦૨૨-’૨૩ની સીઝન માટે એના કપાસના પાકના અંદાજમાં ૧૦ લાખ ગાંસડીનો ઘટાડો કરીને ૩૦૩ લાખ ગાંસડી કરી દીધો છે. અસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લી સીઝનમાં રૂનું કુલ ઉત્પાદન ૩૦૭.૦૫ લાખ ગાંસડી રહેવાનો અંદાજ હતો.