22 December, 2022 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બીટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ માટે દબાણ કરતાં, રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે ચેતવણી આપી હતી કે જો આવાં સટ્ટાકીય સાધનોને વધવા દેવામાં આવે તો ખાનગી ક્રિપ્ટોકરન્સી દ્વારા આગામી નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે. દાસ આવાં સાધનોનો સખત વિરોધ કરી રહ્યા છે અને આરબીઆઇ તેની દલીલ સાથે સુપ્રીમ કોર્ટ સુધી ગઈ છે. ક્રિપ્ટોકરન્સીમાં મૅક્રોઇકૉનૉમિક અને નાણાકીય સ્થિરતા (પરિપ્રેક્ષ્ય)થી મોટાં સહજ જોખમો છે તેમ એક કાર્યક્રમમાં બોલતાં તેમણે જણાવ્યું હતું.
રિઝર્વ બૅન્કના ગવર્નરે ઉમેર્યું હતું કે છેલ્લા એક વર્ષમાં થયેલા વિકાસ, જેમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ એફટીએક્સની તાજેતરની ક્રેશનો સમાવેશ થાય છે, જેને યુએસના ઇતિહાસમાં સૌથી મોટી નાણાકીય છેતરપિંડી તરીકે ઓળખવામાં આવે છે.