આઇસી૧૫ ઇન્ડેક્સમાં તેજી આગળ વધી : ૨,૭૧૮ પૉઇન્ટની વૃદ્ધિ

29 February, 2024 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૭૨,૫૫૩ ખૂલીને ૭૫,૫૭૦ની ઉપલી અને ૭૧,૬૭૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

બીટકૉઇન ઈટીએફમાં વધુ ટ્રેડિંગ પ્રવૃત્તિ જોવા મળતાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે વધારો આગળ વધ્યો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૩.૭૫ ટકા (૨,૭૧૮ પૉઇન્ટ) વધીને ૭૫,૨૭૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૨,૫૫૩ ખૂલીને ૭૫,૫૭૦ની ઉપલી અને ૭૧,૬૭૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કૉઇનમાં શિબા ઇનુ, એક્સઆરપી, પોલકાડૉટ અને બીટકૉઇન સામેલ હતા. બીટકૉઇનમાં ૪.૪૨ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૫૯,૧૫૪ પહોંચ્યો હતો. 
દરમ્યાન ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડનું માનવું છે કે ડિજિટલ કરન્સીઓ પૅસિફિક આઇલૅન્ડના દેશોની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતાધરાવે છે. 

business news share market stock market crypto currency