આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૧૬૩ પૉઇન્ટની વૃદ્ધિ

04 April, 2024 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૮,૫૨૪ ખૂલીને ૮૫,૧૭૫ની ઉપલી અને ૮૧,૮૭૯ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૧૯ ટકા (૧૬૩ પૉઇન્ટ) વધીને ૮૪,૬૮૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૮,૫૨૪ ખૂલીને ૮૫,૧૭૫ની ઉપલી અને ૮૧,૮૭૯ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કૉઇન સોલાના, શિબા ઇનુ, ટ્રોન અને પોલકાડૉટ હતા. ડોઝકૉઇન, ચેઇનલિન્ક, ઇથેરિયમ અને લાઇટકૉઇન ટોચના ઘટનાર હતા. દરમ્યાન બ્રાઝિલની સરકાર વર્ચ્યુઅલ ઍસેટ્સ પરના કરવેરા બાબતે સ્પષ્ટતા કરવા માટે ક્રિપ્ટો ટ્રેડિંગ અને કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટને લગતો નવો કાયદો લાવવા માગે છે. એના માટે ખરડો ઘડવામાં આવી રહ્યો છે. બીજી બાજુ, આઇડેમિયા સિક્યૉર ટ્રાન્ઝૅક્શન્સે સ્માર્ટ ફોન પર સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના વ્યવહારો ઑફલાઇન ધોરણે સલામત રીતે થઈ શકે એ હેતુથી ક્વોલકૉમ ટેક્નૉલૉજીઝ સાથે સહયોગ સાધ્યો છે. 

business news share market stock market crypto currency