આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૧૨૯૪ પૉઇન્ટની વૃદ્ધિ

23 February, 2024 06:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૬૫,૭૧૭ ખૂલીને ૬૭,૨૭૬ની ઉપલી અને ૬૪,૯૫૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૯૭ ટકા (૧૨૯૪ પૉઇન્ટ) વધીને ૬૭,૦૧૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૬૫,૭૧૭ ખૂલીને ૬૭,૨૭૬ની ઉપલી અને ૬૪,૯૫૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટોનકૉઇન સિવાયના ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા. ટોચના વધેલા કૉઇનમાં બીએનબી, ઇથેરિયમ, સોલાના અને પોલકાડોટ સામેલ હતા, જેમાં ૩થી ૫ ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. દરમ્યાન, હૉન્ગકૉન્ગ સ્ટેબલકૉઇન અને ક્રિપ્ટોકરન્સી ઓટીસી ટ્રેડિંગ માટે કાયદો ઘડવા જઈ રહ્યું છે. બીજી બાજુ, ટર્કીએ પણ ક્રિપ્ટોકરન્સી માટે નિયમન લાગું કરવાનું નક્કી કર્યું છે. અન્ય અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકાએ સ્ટેબલકૉઇન અને બ્લૉકચેઇન મારફતે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. ઉપરાંત, ઇજિપ્તની કમર્શિયલ ઇન્ટરનૅશનલ બૅન્ક (સીઆઇબી) સરહદ પારના પેમેન્ટ માટે બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાની છે. 

crypto currency business news share market