આઇસી૧૫ ઇન્ડેક્સ ૮૬૮ પૉઇન્ટ વધ્યો

16 May, 2024 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૭૭,૦૯૪ ખૂલીને ૭૮,૧૫૨ની ઉપલી અને ૭૬,૧૭૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો રિપોર્ટ પ્રકાશિત થવા પહેલાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૧૩ ટકા (૮૬૮ પૉઇન્ટ) વધીને ૭૭,૯૬૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૭,૦૯૪ ખૂલીને ૭૮,૧૫૨ની ઉપલી અને ૭૬,૧૭૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કૉઇન બિટકૉઇન, શિબા ઇનુ, ટોનકૉઇન અને ડોઝકૉઇન હતા. બીએનબી, લાઇટકૉઇન, ચેઇનલિન્ક અને એક્સઆરપીમાં ઘટાડો થયો હતો.

દરમ્યાન, ક્રિપ્ટો માર્કેટનું નિયમન અને નિયંત્રણ કરવા માટે રશિયાએ ચુસ્ત ધારાધોરણો ઘડવા વિશે વિચારણા શરૂ કરી છે. માત્ર રશિયન કંપનીઓ અને વ્યક્તિઓ ક્રિપ્ટોનું માઇનિંગ કરે એવો નિયમ ઘડવાનો વિચાર ચાલી રહ્યો છે. બીજી બાજુ, સ્ટેટ ઑફ વિસ્કોન્સિન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે બ્લૅકરૉક બિટકૉઇન ઈટીએફમાં આશરે ૧૦૦ મિલ્યન ડૉલરનું રોકાણ કર્યું છે. 

business news share market crypto currency