આઇસી૧૫ ઇન્ડેક્સ વધુ ૪૧૮૯ પૉઇન્ટ ઘટ્યો

03 April, 2024 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૮,૭૧૩ ખૂલીને ૮૯,૮૦૩ની ઉપલી અને ૮૩,૭૭૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં વ્યાજદરને લગતી અટકળો વચ્ચે મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૪.૭૨ ટકા (૪૧૮૯ પૉઇન્ટ) ઘટીને ૮૪,૫૨૪ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૮,૭૧૩ ખૂલીને ૮૯,૮૦૩ની ઉપલી અને ૮૩,૭૭૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા, જેમાંથી ડોઝકૉઇન, અવાલાંશ, શિબા ઇનુ અને સોલાના ૬થી ૯ ટકાની રેન્જમાં ઘટેલા ટોચના કૉઇન હતા. દરમ્યાન સિંગાપોરમાં ક્રિપ્ટોના નિયમન માટે મૉનિટરી ઑથોરિટી ઑફ સિંગાપોરે પેમેન્ટ સર્વિસિસ ઍક્ટમાં ફેરફારો કર્યા છે. એને પગલે ​ક્રિપ્ટોની કસ્ટોડિયલ અને ટ્રાન્સફર સર્વિસિસ માટે લાઇસન્સ લેવાનું જરૂરી બનશે. બીજી બાજુ, ચીનની સરકારે અલ્ટ્રા લાર્જ સ્કેલ બ્લૉકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લૅટફૉર્મ ફોર ધ બેન્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ નામે પબ્લિક બ્લૉકચેઇન અર્થે નવું માળખું તૈયાર કર્યું છે. સરહદ પારની જરૂરિયાતો માટે પબ્લિક બ્લૉકચેઇન ઑફર કરવા એનો ઉપયોગ થશે.

business news share market crypto currency