આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૩૯ પૉઇન્ટ ઘટ્યો

29 March, 2024 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૯,૯૧૭ ખૂલીને ૯૧,૫૦૧ની ઉપલી અને ૮૭,૨૦૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૧૫ ટકા (૧૩૯ પૉઇન્ટ) ઘટીને ૮૯,૭૭૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૯,૯૧૭ ખૂલીને ૯૧,૫૦૧ની ઉપલી અને ૮૭,૨૦૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટેલા કૉઇન પૉલિગોન, અવાલાંશ, ચેઇનલિન્ક અને કાર્ડાનો હતા. ડોઝકૉઇન ૧૧.૨૨ ટકા વૃદ્ધિ સાથે ટોચનો વધનાર હતો. 

દરમ્યાન, સ્પૉટ બિટકૉઇન ઈટીએફમાં રોકાણકારોની વધતી રુચિને ધ્યાનમાં લેતાં હૉન્ગકૉન્ગની ઍસેટ મૅનેજમેન્ટ કંપની વીએસએફજીએ સ્પૉટ ઈટીએફ માટે મંજૂરી અર્થે હૉન્ગકૉન્ગ એસએફસીને અરજી કરી છે. બીજી બાજુ, એચએસબીસીએ હૉન્ગકૉન્ગમાં રીટેલ રોકાણકારો માટે એચએસબીસી ગોલ્ડ ટોકન શરૂ કરીને વાસ્તવિક જીવનની ઍસેટના ટોકનાઇઝેશનના ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.

business news share market crypto currency