29 December, 2022 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રૉપટાઇગરના જણાવ્યા અનુસાર સારી માગના આધારે દેશનાં આઠ મોટાં શહેરોમાં ઑક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન હાઉસિંગ વેચાણ વાર્ષિક ધોરણે ૧૯ ટકા વધીને ૮૦,૭૭૦ યુનિટ થયું હતું. પાછલા વર્ષના સમાન ગાળામાં રહેણાક મિલકતોનું વેચાણ ૬૭,૮૯૦ યુનિટ હતું.
હાઉસિંગ બ્રોકરેજ ફર્મ પ્રૉપટાઇગર.કૉમના રિયલ ઇનસાઇટના અહેવાલ મુજબ ૨૦૨૧માં વેચાયેલા ૨,૦૫,૯૪૦ એકમોની સરખામણીએ આઠ મોટાં શહેરોમાં આ વર્ષ દરમ્યાન હાઉસિંગનું વેચાણ ૫૦ ટકા વધીને ૩,૦૮,૯૪૦ યુનિટ થયું હતું.
મકાન.કૉમ અને પ્રૉપટાઇગર.કૉમના ગ્રુપ સીએફઓ વિકાસ વાધવાને જણાવ્યું હતું કે ‘હોમ લોનના વ્યાજ દરોમાં સતત વધારો થવા છતાં ગ્રાહકો મોર્ગેજ વ્યાજ દરો વિશે ચિંતા કરવાને બદલે નીચા ભાવમાં ઘર ખરીદવાનું વધારે પસંદ કરે છે.
આઠ મોટાં શહેરોમાં અમદાવાદમાં ઑક્ટોબર-ડિસેમ્બરમાં ૨૩ ટકાનો વધારો થયો છે, જ્યારે બૅન્ગલોરમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. ચેન્નઈમાં બે ટકા, દિલ્હીમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. હૈદરાબાદમાં બે ગણો વધારો થયો છે. કલકત્તામાં ૧૮ ટકાનો ઘટાડો અને મુંબઈમાં ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.