સોનાની માગ ઊંચા ભાવને કારણે માર્ચ ક્વૉર્ટરમાં ૧૭ ટકા ઘટી

09 May, 2023 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨ના અનુરૂપ ત્રિમાસિક ગાળા દરમ્યાન એકંદરે સોનાની માગ ૧૩૫.૫ ટન હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સોનામાં વિક્રમી ઊંચા ભાવની અસર માગ ઉપર પડી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટર દરમ્યાન ભારતની સોનાની માગ ૧૭ ટકા ઘટીને ૧૧૨.૫ ટન થઈ હતી, કારણ કે સોનાના રેકૉર્ડ ઊંચા દરો અને ઊંચા ભાવની અસ્થિરતાને કારણે વપરાશને અસર થઈ હતી.

૨૦૨૨ના અનુરૂપ ત્રિમાસિક ગાળા દરમ્યાન એકંદરે સોનાની માગ ૧૩૫.૫ ટન હતી.

વિક્રમી ઊંચા અને અસ્થિર સોનાના ભાવને પગલે માર્ચ ક્વૉર્ટરમાં ભારતની સોનાની માગ વાર્ષિક ધોરણે ૧૭ ટકા ઘટીને ૧૧૨.૫ ટન થઈ હતી. આના કારણે સેન્ટિમેન્ટને અસર થઈ હતી અને સોનાની જ્વેલરીની માગ ૨૦૨૨ના માર્ચ ક્વૉર્ટરમાં ૯૪.૨ ટન હતી જે ઘટીને આ વર્ષે માર્ચ ક્વૉર્ટરમાં ૭૮ ટન થઈ ગઈ હતી.

૨૦૧૦થી રોગચાળાના તફાવતને છોડીને, આ ચોથી વખત છે જ્યારે ક્વૉર્ટર-૧માં સોનાના દાગીનાની માગ ૧૦૦ ટનથી નીચે આવી છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઈઓ, સોમસુંદરમ પીઆરે જણાવ્યું હતું.

સોનાના ભાવમાં તીવ્ર વધારો અને વપરાશને ટ્રિગર કરવા માટે ઓછા શુભ દિવસો સાથેની અસ્થિરતાને કારણે ઘણા પરિવારોએ ભાવમાં ઘટાડો થવાની ધારણામાં ખરીદી મોકૂફ કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

વૈશ્વિક પરિબળો, મુખ્યત્વે અમેરિકામાં વ્યાજ દરમાં વધારો, ડૉલરના ભાવમાં વધારો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે સોનાના ભાવ ૬૦,૦૦૦ રૂપિયાની ઉપર રહ્યા હતા જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૧૯ ટકા ઊછળ્યા હતા. વેપારીઓ સાથેની ચર્ચાઓ સૂચવે છે કે ખરીદી જૂના સોનાના દાગીનાના રીસાઇક્લિંગ અને ઓછા ગ્રામ દ્વારા કરવામાં આવી છે. ફિઝિકલ માગ ઓછી થવાની સાથે ડિજિટલ ગોલ્ડ પ્લૅટફૉર્મ્સ પર ઉચ્ચ વૉલ્યુમમાં પ્રતિબિંબિત કરે છે જે સોનામાં માઇક્રો સેવિંગ્સને સક્ષમ કરે છે એમ સોમસુંદરમે નોંધ્યું.

business news commodity market