23 March, 2023 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હીરો મોટોકૉર્પે જણાવ્યું હતું કે કડક એમિશન્સનાં ધોરણોને અનુરૂપ બનાવવા માટે ઉત્પાદન ખર્ચમાં વધારાની અસરને સરભર કરવા માટે એ આવતા મહિનાથી એની મૉડલ રેન્જના ભાવમાં બે ટકાનો વધારો કરશે.
દેશની અગ્રણી ટૂ-વ્હીલર નિર્માતા કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની એની પસંદગીની મોટરસાઇકલ અને સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમતોમાં વધારો કરશે જે પહેલી એપ્રિલ, ૨૦૨૩થી લાગુ થશે.
ભાવ સુધારણા બે ટકા હશે અને ચોક્કસ મૉડલ અને બજારો દ્વારા ચોક્કસ વધારો અલગ-અલગ હશે, એમ તેણે ઉમેર્યું હતું. ઑન-બોર્ડ ડાયગ્નૉસ્ટિક્સ સંક્રમણને કારણે ખર્ચમાં વધારો
થવાને કારણે કિંમતમાં સુધારો કરવો જરૂરી બન્યો છે, એમ કંપનીએ જણાવ્યું હતું.