31 March, 2023 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સરકારે દુર્લભ રોગોની સારવાર માટે વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરવામાં આવતી વિશેષ તબીબી હેતુઓ માટે તમામ દવાઓ અને ખોરાક પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે. ઉપરાંત સરકારે વિવિધ કૅન્સરની સારવારમાં વપરાતા પેમ્બ્રોલિઝુમાબને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે. દવાઓ પર સામાન્ય રીતે ૧૦ ટકાની મૂળભૂત કસ્ટમ ડ્યુટી લાગુ પડે છે, જ્યારે જીવન રક્ષક દવાઓ કે રસીની કેટલીક શ્રેણીઓ પાંચ ટકા અથવા શૂન્યના રાહત દરને આકર્ષે છે. આ મુક્તિ મેળવવા માટે કેન્દ્રીય અથવા રાજ્ય આરોગ્ય સેવાઓના નિયામક અથવા જિલ્લાના તબીબી અધિકારી કે સિવિલ સર્જ્યનનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.