સરકાર મૉડલ બિલ્ડર-બાયર ઍગ્રીમેન્ટ માટે પૅનલ રચશે

20 April, 2023 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રાહકોને સંભવિત દુરુપયોગથી બચાવવા માટે મૉડલ બિલ્ડર-બાયર ઍગ્રીમેન્ટ પર કામ કરવા માટે એક સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

રિયલ એસ્ટેટ ક્ષેત્રે મહત્ત્વનો એક ફેરફાર આવી રહ્યો છે. એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે ઘર ખરીદવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરવા અને ગ્રાહકોને સંભવિત દુરુપયોગથી બચાવવા માટે મૉડલ બિલ્ડર-બાયર ઍગ્રીમેન્ટ પર કામ કરવા માટે એક સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે સમિતિ જે ન્યાયાધીશો, રાષ્ટ્રીય અને રાજ્ય ઉપભોક્તા કમિશન, વિવિધ ગ્રાહક સંસ્થાઓ, વકીલો તેમ જ ગ્રાહક બાબતોના મંત્રાલયના સભ્યોને ખેંચશે, એ આગામી ત્રણ મહિનામાં રચાવાની અપેક્ષા છે. અધિકારીએ અગાઉ મહારાષ્ટ્ર સરકારના સહયોગથી ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આયોજિત શહેરમાં ‘રિયલ એસ્ટેટ સેક્ટરને લગતી ફરિયાદોનું અસરકારક નિવારણ કેવી રીતે કરવું’ વિષય પર રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

જો બિલ્ડર અને ખરીદનાર વચ્ચેનો કરાર પ્રમાણિત કરવામાં આવે અને એકરૂપતા લાવવામાં આવે તો સમસ્યા (ઘરના ખરીદદારો અને વિકાસકર્તા વચ્ચેનો વિવાદ) ઘણી હદ સુધી ઉકેલી શકાય છે. તે એક અનન્ય દસ્તાવેજ હોવો જોઈએ, જે સમગ્ર દેશમાં લાગુ થાય છે, પછી કદાચ એ અમુક અંશે સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે, એમ સિંહે કહ્યું.

business news commodity market