ક્રૂડ તેલના ઉત્પાદન પર ફરી ટને ૬૪૦૦ રૂપિયાનો વિન્ડફૉલ ટૅક્સ

20 April, 2023 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડીઝલની નિકાસ પરની ડ્યુટી ઝીરો કરવામાં આવી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારે ક્રૂડ તેલના ઉત્પાદન પર ફરી એક વાર વિન્ડફૉલ ટૅક્સ નાખ્યો છે. એક સત્તાવાર આદેશ અનુસાર, આંતરરાષ્ટ્રીય ભાવમાં મજબૂતી આવ્યા પછી સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર વિન્ડફૉલ પ્રૉફિટ ટૅક્સ પાછો લાડ્યો છે, જ્યારે ડીઝલની નિકાસ પરની વસૂલાત શૂન્ય થઈ ગઈ છે.

ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પરની વસૂલાત હવે બુધવારથી અમલમાં આવતા ટન દીઠ ૬૪૦૦ રૂપિયા લાગુ પડશે.

સરકારે ચોથી એપ્રિલે ક્રૂડ તેલના ઉત્પાદન પરનો વિન્ડફૉલ ટૅક્સ વૈશ્વિક ભાવ ઘટતાં ઝીરો કરી નાખ્યો હતો, એ સમયે ક્રૂડ તેલ ઘટીને ૭૫ ડૉલરની અંદર ઊતરી ગયું હતું.

જોકે, ઉત્પાદકોની કાર્ટેલ ઓપેક અને રશિયા જેવા તેના સહયોગીઓ દ્વારા ઉત્પાદનમાં ઓચિંતી કાપની જાહેરાતને પગલે આ મહિને ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો છે.

આ ઉપરાંત, સરકારે ડીઝલની નિકાસ પરનો ટૅક્સ ૦.૫૦ રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને શૂન્ય કરી દીધો છે. એટીએફના વિદેશી શિપમેન્ટ પર પણ પહેલાંથી જ ઝીરો છે.

business news commodity market oil prices