ઑર્ગેનિક નૉન-બાસમતી ચોખાનો નિકાસ પ્રતિબંધ હટાવાયો

02 December, 2022 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છૂટક બજારોમાં ભાવ વધ્યા પછી સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી નૉન-બાસમતી ચોખાની નિકાસ પર ૨૦ ટકા ડ્યુટી લાગુ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ચાલુ સપ્તાહે સ્થાનિક સપ્લાયમાં નરમાઈ બાદ બ્રોકન ચોખા સહિત ઑર્ગેનિક નૉન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

સરકારે સપ્ટેમ્બરની શરૂઆતમાં સ્થાનિક પ્રાપ્યતા વધારવાના ઉદ્દેશ સાથે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. છૂટક બજારોમાં ભાવ વધ્યા પછી સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી નૉન-બાસમતી ચોખાની નિકાસ પર ૨૦ ટકા ડ્યુટી લાગુ કરવામાં આવી હતી.

એક નોટિફિકેશનમાં ડિરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડે જણાવ્યું હતું કે ઑર્ગેનિક નૉન-બાસમતી ચોખાની નિકાસ હવે સપ્ટેમ્બરના પ્રતિબંધ પહેલાં પ્રવર્તતા નિયમો દ્વારા સંચાલિત થશે.

business news commodity market