ઑનલાઇન જુગાર પર ૨૮ ટકા જીએસટી?

28 April, 2023 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટી મુદ્દે ઑનલાઇન ગેમનું વિભાજન કરવાની નાણામંત્રાલયની વિચારણા : સ્કિલ બેઝ‍્ડ ગેમ્સ હશે તો ૧૮ ટકા જીએસટી

પ્રતીકાત્મક તસવીર

નાણામંત્રાલય ઑનલાઇન ગેમિંગને કૌશલ્ય અને તકની શ્રેણીમાં વર્ગીકૃત કરવા અને જીએસટીના વિભેદક દર વસૂલવાનું વિચારી રહ્યું છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ઑનલાઇન ગેમ્સ કે જેમાં જીત ચોક્કસ પરિણામ પર આધારિત હોય અથવા એ સટ્ટાબાજી કે જુગારની પ્રકૃતિમાં હોય એ ૨૮ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)ને આકર્ષિત કરશે, જ્યારે કે જેમાં અમુક માત્રામાં સ્કિલ કે કૌશલ્ય સામેલ છે એના પર ૧૮ ટકાથી ઓછો ટૅક્સ લાદવામાં આવી શકે છે.

જીએસટી કાઉન્સિલ દ્વારા ઑનલાઇન ગેમિંગ પરના કરવેરા વિશેનો અંતિમ નિર્ણય એની આગામી બેઠકમાં લેવામાં આવશે, જે મે અથવા જૂનમાં થવાની સંભાવના છે.

તમામ ઑનલાઇન ગેમ્સ તકની રમત નથી અને એ સટ્ટાબાજી કે જુગારની પ્રકૃત્તિમાં નથી. નાણામંત્રાલય કાઉન્સિલ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

કાર્ય કૌશલ્યની રમત શું હોવી જોઈએ અને જુગારની રમત કહી શકાય એ વચ્ચે તફાવત કરવાનો રહેશે.

હાલમાં, ઑનલાઇન ગેમિંગ પર ૧૮ ટકા જીએસટી લાગે છે. આ ટૅક્સ ગ્રોસ ગેમિંગ રેવન્યુ પર લાદવામાં આવે છે, જે ઑનલાઇન ગેમિંગ પોર્ટલ દ્વારા વસૂલવામાં આવતી ફી છે.

મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની અધ્યક્ષતામાં પ્રધાનોના જૂથે ગયા વર્ષે ડિસેમ્બરમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણને ઑનલાઇન ગેમિંગ પર જીએસટી પર અહેવાલ સુપરત કર્યો હતો. 

business news goods and services tax