08 March, 2023 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને આરોગ્ય સુવિધા સુલભ બનાવવા માટે દેશભરમાં ૯૦૦૦ જેટલાં જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યાં છે. મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જન ઔષધિ દિવસ ૨૦૨૩ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૯૦૦૦થી વધુ જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યાં છે જેથી તમામ લોકો માટે આરોગ્ય સુવિધાઓ સુલભ થઈ શકે.