15 December, 2022 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
કેન્દ્રીય નાણા મંત્રાલયે બે વર્ષના અંતરાલ પછી મંત્રાલયો અને વિભાગો દ્વારા કૅલેન્ડર છાપવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને હવે તેમને છાપવાની છૂટ આપી છે.
કોરોના મહામારીને કારણે મંત્રાલયે સપ્ટેમ્બર ૨૦૨૦માં વૉલ અને ડેસ્કટૉપ કૅલેન્ડર, ડાયરી, ફેસ્ટિવલ ગ્રીટિંગ્સ કાર્ડ, કૉફી ટેબલ બુક અને સમાન સામગ્રીના પ્રિન્ટિંગ પર પ્રતિબંધ લાદ્યો હતો.
તેણે વિભાગોને આવી સામગ્રી માટે ડિજિટલ અથવા ઑનલાઇન પદ્ધતિઓમાં જવા માટે કહ્યું હતું.
એના અગાઉના નિર્દેશમાં આંશિક ફેરફારમાં ખર્ચ વિભાગે ઑફિસ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે હવે મંત્રાલયો/વિભાગો/સ્વાયત્ત સંસ્થાઓ અને સરકારના અન્ય અંગો દ્વારા કૅલેન્ડર છાપવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.