25 December, 2024 06:57 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ અને ૨૦૨૫ના આઉટલુકનો ઇન્ડેક્સ ખાસ્સો એવો ઘટતાં ૨૦૨૫માં પણ ઇકૉનૉમિક ક્રાઇસિસ સતત વધતી રહેશે એવી ધારણાને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ કિલો ૭૦ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૩ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૮.૧ પૉઇન્ટ ઘટીને ૧૦૪.૭૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. કરન્ટ બિઝનેસ સિચુએશન અને લેબર માર્કેટની કન્ડિશન બતાવતો ઇન્ડેક્સ પણ ૧.૨ પૉઇન્ટ ઘટીને ૧૪૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. આગામી દિવસોની કન્ડિશન બતાવતો એક્સપેક્ટેશન ઇન્ડેક્સ પણ ૧૨.૬ પૉઇન્ટ ઘટીને ૮૧.૧ પૉઇન્ટ પહોંચ્યો હતો. ખાસ કરીને અમેરિકન સ્ટૉક માર્કેટ નવેમ્બરમાં ૫૭.૨ ટકા ઘટ્યા બાદ કન્ઝ્યુમર કૉન્ફિડન્સમાં ખાસ્સો એવો ઘટાડો થયો હતો. વળી ટ્રમ્પની જીત બાદ કન્ઝ્યુમર્સ એવું માની રહ્યા છે કે આગામી ૧૨ મહિના ઇન્ટરેસ્ટ-રેટ ઊંચો રહેશે.
અમેરિકન ફેડ ૨૦૨૫માં બે રેટ-કટ દ્વારા ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો કરશે એવા પ્રોજેક્શનને બદલે હવે ફેડ ૨૦૨૫માં માત્ર ૩૮ બેસિસ પૉઇન્ટ જ ઘટાડશે એવા ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટોના પ્રોજેક્શનને પગલે ડૉલર ઇન્ડેક્સ વધીને નવી બે વર્ષની ઊંચાઈએ ૧૦૮.૨૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. વળી અમેરિકન ગવર્નમેન્ટનું શટડાઉન પણ ટળી જતાં ડૉલરમાં ખરીદી વધી હતી. ડૉલરની મજબૂતીને પગલે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ વધીને ૭ મહિનાની ઊંચાઈએ ૪.૬૦૩ ટકાએ પહોંચ્યા હતા.
અમેરિકન ડ્યુરેબલ ગુડ્સનો ઑર્ડર નવેમ્બરમાં ૧.૧ ટકા ઘટ્યો હતો જે ઑક્ટોબરમાં ૦.૮ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૦.૪ ટકા ઘટાડાની હતી. અમેરિકામાં નવાં રહેણાંક મકાનોનું વેચાણ નવેમ્બરમાં ૫.૯ ટકા વધીને ૬.૬૪ લાખે પહોંચ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૬.૫૦ લાખની હતી. હાલ અમેરિકામાં રહેણાંક મકાનોનો સ્ટૉક ૮.૯ મહિના ચાલે એટલો છે. અમેરિકામાં બિલ્ડિંગ પરમિટ નવેમ્બરમાં ૫.૨ ટકા વધીને ૨૧ મહિનાની ઊંચાઈએ ૧૪.૯૩ લાખે પહોંચી હતી જે પ્રિલિમિનરી રિપોર્ટમાં ૧૫.૦૫ લાખની હતી. સિંગલ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ ૦.૫ ટકા અને પાંચ કે વધુ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ ૧૭.૮ ટકા વધી હતી.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૨૫માં બે વખત રેટ-કટ લાવવાનું પ્રોજેક્શન મૂક્યું છે પણ મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટોને મતે ૨૦૨૫માં રેટ-કટ લાવવો મુશ્કેલ બનશે, કારણ કે ટ્રમ્પના તેવર સત્તાનાં સૂત્રો સંભાળ્યાં પહેલાંથી એકદમ આક્રમક હોવાથી ટ્રમ્પનાં દરેક પગલાંની અસરે ઇન્ફ્લેશન સતત વધતું જશે. ઉપરાંત અમેરિકન ડેબ્ટ જે રીતે વધી રહી છે એ જોતાં ટ્રમ્પના સત્તાકાળમાં ઇકૉનૉમિક કન્ડિશન પણ એકધારી પડકારજનક રહેશે. આ તમામ બાબતો જોતાં ૨૦૨૫માં ડૉલર ઇન્ડેક્સ સતત વધતો જશે પણ ઇકૉનૉમિક ક્રાઇસિસ અને ઊંચા ઇન્ફ્લેશનને કારણે સોનાની ખરીદીમાં સતત આકર્ષણ વધતું રહેવાનું હોવાથી સોનાના ભાવ ૨૦૨૫માં વધુ પડતા ઘટી જવાનું માનવું ભૂલભરેલું બની શકે છે. ૨૦૨૪માં સોનાના ભાવની જે તેજી જોવાઈ એવી તેજી ૨૦૨૫માં થવી હાલ મુશ્કેલ દેખાય છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૫,૮૭૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૫,૫૭૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૮૭,૫૧૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)