ચીનનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઑલટાઇમ હાઈ થતાં સોનામાં તેજી : સતત બીજા ક્વૉર્ટરમાં સોનું વધ્યું

01 April, 2023 02:46 PM IST  |  Mumbai | Mayur Mehta

યુરો એરિયાનું પ્રિલિમિનરી ઇન્ફ્લેશન એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં તેજી ધીમી પડી ઃ મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનામાં ૪૧૬ રૂપિયા અને ચાંદીમાં ૧૫૮૨ રૂપિયાનો ઉછાળો

પ્રતિકાત્મક તસવીર

ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કર્યાની અસરે માર્ચ મહિનાનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચતાં સોનામાં તેજી જોવા મળી હતી, પણ શુક્રવારે બપોરે જાહેર થયેલા ડેટામાં યુરો એરિયાનું ઇન્ફ્લેશન એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં તેજી ધીમી પડી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૧૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૫૮૨ રૂપિયા વધ્યાં હતાં. 

વિદેશી પ્રવાહ 
સોનું ધીમી ગતિએ સતત વધી રહ્યું છે. ચીનનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચતાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધશે એવી ધારણાએ સોનામાં તેજીની આગેકૂચ શુક્રવારે પણ ચાલુ રહી હતી અને સોનું વધીને શુક્રવારે એક તબક્કે ૧૯૮૬.૪૦ ડૉલર પહોંચ્યું હતું, પણ યુરોપિયન ઇન્ફ્લેશન ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં શુક્રવારે બપોર બાદ સોનામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું પ્રત્યાઘાતી ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ પણ ઘટ્યાં હતાં, પણ પૅલેડિયમ વધ્યું હતું. સોનું જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં આઠ ટકા વધ્યું હતું જે સતત બીજા ક્વૉર્ટરમાં વધ્યું હતું. 

ઇકૉનોમિક ઇન્ડિકેટર
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં ઘટીને ૫૧.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૧૧ વર્ષની ઊંચાઈએ ૫૨.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૫ પૉઇન્ટની હતી. વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત ત્રીજે મહિને વધ્યો હતો. કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં બાઇંગ
ઍ​ક્ટિવિટી સતત વધી રહી છે. જોકે હજુ આઉટપુટ અને નવા ઑર્ડરનો ગ્રોથ હજુ ધીમો છે. 

ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૧૨ વર્ષની ઊંચાઈએ ૫૮.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૬.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણાથી વધુ હતો. ચીનના સર્વિસ સેક્ટરમાં સતત ત્રીજે મહિને વધારો જોવા મળ્યો હતો, ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડરનો ગ્રોથ સતત ત્રીજે મહિને જોવા મળ્યો હતો અને ઝડપી ગ્રોથ જોવા મળ્યો હતો. જોકે સર્વિસ સેક્ટરમાં ફૉરેન સેલ્સ અને એમ્પ્લૉયમેન્ટ ઘટ્યું હતું. 

ચીનના સર્વિસ સેક્ટરના રોબેસ્ટ ગ્રોથને સહારે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં ઑલટાઇમ હાઈ સપાટીએ ૫૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૬.૪ પૉઇન્ટ હતો. ડિસેમ્બર મહિનામાં ચાઇનીઝ ગવર્મેન્ટ ઑથોરિટીએ એક ધડાકે કોરોનાનાં તમામ  નિયંત્રણો દૂર કરવાનો જે નિર્ણય લીધો હતો એનાં મીઠાં ફળ હાલ ચાખવા મળી રહ્યાં છે. ખાસ કરીને કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ કન્ઝમ્પ્શન અને ઇન્વેસ્ટમેન્ટ સતત વધી રહ્યું હોવાથી ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે.

યુરો એરિયાનું પ્રિલિમિનરી ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને ૬.૯ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૮.૫ ટકા હતું અને માર્કેટની ધારણા ૭.૧ ટકાની હતી. યુરો એરિયાનું પ્રિલિમિનરી ઇન્ફ્લેશન માર્ચમાં એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું છતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી સાડાત્રણ ગણું ઉપર હતું. છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત યુરો એરિયામાં એનર્જી પ્રાઇસ ૦.૯ ટકા ઘટતાં ઇન્ફ્લેશન ઘટ્યું હતું. ફેબ્રુઆરીમાં એનર્જી પ્રાઇસ ૧૩.૭ ટકા ઘટી હતી. જોકે ફૂડ અને આલ્કોહૉલનું ઇન્ફ્લેશન માર્ચમાં ૧૫.૪ ટકા વધ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૧૫ ટકા વધ્યું હતું. 
અમેરિકી ડૉલર શુક્રવારે ઘટીને ૧૦૨.૨ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકી ડૉલર જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ઘટ્યો હતો અને સતત બીજા ક્વૉર્ટરમાં ઘટ્યો હતો. ફેડ મે મહિનામાં ઇન્ટરેસ્ટર રેટ જાળવી રાખે એવી શક્યતા દિવસે-દિવસે વધી રહી હોવાથી ડૉલર પર દબાણ વધી રહ્યું છે. 

અમેરિકાનો ૨૦૨૨ના લાસ્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટના ફાઇનલ રીડિંગમાં ૨.૬ ટકાનો ગ્રોથ રહ્યો હતો જે સેકન્ડ એ​સ્ટિમેટમાં ૨.૭ ટકા, ફર્સ્ટ એ​સ્ટિમેટમાં ૨.૯ ટકા અને ત્રીજા ક્વૉર્ટરનું ફાઇનલ રીડિંગ ૩.૨ ટકા રહ્યું હતું. અમેરિકાનો ગ્રોથરેટ પહેલા બે ક્વૉર્ટરમાં નેગેટિવ રહ્યા બાદ ત્રીજા અને ચોથા ક્વૉર્ટરમાં પૉઝિટિવ રહ્યો હતો. ૨૦૨૨નો આખા વર્ષનો ગ્રોથરેટ ૨.૧ ટકા રહ્યો હતો જે ૨૦૨૧નો ૫.૯ ટકા રહ્યો હતો. 
અમેરિકામાં કૉર્પોરેટ પ્રૉફિટ ૨૦૨૨ના છેલ્લા ક્વૉર્ટરમાં ૨.૭ ટકા ઘટીને ૨.૪૭ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલર રહ્યો હતો જે ત્રીજા ક્વૉર્ટરમાં ૦.૮ ટકા વધ્યો હતો. ચોથા ક્વૉર્ટરમાં નેટ કૅશ ફ્લો ૦.૩ ટકા વધ્યો હતો, પણ ડિવિડન્ડ ૧.૮ ટકા ઘટીને ૧.૬૫ ટ્રિલ્યન ડૉલર રહ્યું હતું. 

અમેરિકામાં બેરોજગારીભથ્થું લેનારાઓની સંખ્યા ૨૫મી માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ૭૦૦૦ વધીને ૧.૯૮ લાખે પહોંચી હતી જે ૧.૯૬ લાખની ધારણા કરતાં વધુ હતી, જ્યારે એ​ક્ઝિ​​સ્ટિંગ બેરોજગારીભથ્થું લેનારાઓની સંખ્યા ૧૦,૯૦૬ વધીને ૨.૨૩ લાખે પહોંચી હતી. 

જપાનના રીટેલ સેલ્સમાં ફેબ્રુઆરીમાં ૬.૬ ટકાનો વધારો થયો હતો જે માર્કેટની ૫.૮ ટકા વધારાની ધારણા કરતાં વધુ હતો તેમ જ જાન્યુઆરીમાં પાંચ ટકાના વધારા કરતાં પણ વધુ હતો. જપાનના રીટેલ સેલ્સમાં સતત બારમા મહિને વધારો નોંધાયો હતો અને રીટેલ સેલ્સમાં ફેબ્રુઆરીમાં થયેલો વધારો ૨૨ મહિનાનો સૌથી ઝડપી વધારો હતો. કોરોનાનાં નિયંત્રણો અને ભય દૂર થયા બાદ ડૉમેસ્ટિક કન્ઝમ્પ્શન સતત વધી રહ્યું છે. ખાસ કરીને મોટર વેહિકલ, જનરલ મર્ચન્ડાઇઝ, ફેબ્રિક્સ, મેડિસિન વગેરેનું સેલ્સ સતત વધી રહ્યું છે. 
જપાનનું ઇન્ડ​સ્ટ્રિયલ આઉટપુટ ફેબ્રુઆરીમાં ૪.૫ ટકા વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૫.૩ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૨.૭ ટકા વધારાની હતી. જોકે વાર્ષિક ધોરણે ફેબ્રુઆરીમાં ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન ૦.૬ ટકા ઘટ્યું હતું, જે સતત ચોથે મહિને ઘટ્યું
હતું. ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં મોટર વેહિકલ, પ્રોડક્શન મશીનરી અને ઇલેક્ટ્રૉનિક્સ પાર્ટસ-ડિવાઇસનું પ્રોડક્શન વધ્યું હતું. 

business news china