25 January, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનું ઑલટાઇમ હાઈ
સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં ગઈ કાલે ૯૯.૯ ટચ સોનામાં ૨૦૦ રૂપિયાનો વધારો થવાથી જ પહેલી વખત ૧૦ ગ્રામ એટલે કે એક તોલાદીઠ ૮૩,૧૦૦ રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો. અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ઇન્ટરેસ્ટમાં ઘટાડો કરવા સહિત શું પગલાં લે છે એને લઈને અનિશ્ચિતતા હોવાને પગલે વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
ઑલ ઇન્ડિયા સરાફા અસોસિએશન મુજબ ૯૯.૯ ટચ પ્યૉરિટીવાળા ૧૦ ગ્રામ ગોલ્ડનો ભાવ ગુરુવારે ૮૨,૯૦૦ રૂપિયા હતો જેમાં ગઈ કાલે ૨૦૦ રૂપિયાનો વધારો થવાથી ૮૩,૧૦૦ રૂપિયા થઈ ગયો છે જે ઑલટાઇમ હાઈ છે.
૯૯.૫ ટચ ગોલ્ડમાં પણ તોલાદીઠ ૨૦૦ રૂપિયાનો વધારો થતાં એ ૮૨,૭૦૦ રૂપિયા સાથે ઑલટાઇમ હાઈ બંધ રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ ગઈ કાલે કિલોદીઠ ૫૦૦ રૂપિયાનો વધારો
થવાની સાથે ૯૪,૦૦૦ રૂપિયા ભાવ રહ્યો હતો.