ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટનો વધારો અટકાવશે એના ચાન્સ વધીને ૮૮ ટકા થતાં સોનું વધ્યું

10 May, 2023 02:51 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન એપ્રિલમાં ઘટતાં ઇન્ટરેટ રેટ વધારો અટકવાના ચાન્સ વધ્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો અટકાવશે એના ચાન્સ વધીને ૮૮ ટકા થતાં સોનામાં ઘટ્યા મથાળેથી વધારો જોવા મળ્યો હતો અને સોનું ફરી ૨૦૫૦ ડૉલરની રાહે આગળ વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૬૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૪ રૂપિયા વધ્યાં હતાં. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટમાં હવે જૂનમાં વધારો નહીં થાય એવી શક્યતાઓ વધતાં સોનામાં ઘટ્યા મથાળેથી ફરી વધારો જોવાયો હતો. સોનું ઘટીને સોમવારે ૨૦૧૭.૮૦ ડૉલર થયું હતું જે મંગળવારે સવારથી વધતું રહ્યું હતું અને એક તબક્કે વધીને ૨૦૩૨.૪૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૩૦થી ૨૦૩૧ ડૉલરની રેન્જમાં હતું. ફેડની જૂન મીટિંગ ૧૩-૧૪મીએ યોજાશે. ત્યાર બાદ ૧૯-૨૦ સપ્ટેમ્બરે ફેડની મીટિંગ યોજાશે. જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ એના પર સોનાની વધ-ઘટ હાલ થઈ રહી છે. જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધે એવા ચાન્સિસ વધીને ૮૮ ટકા થતાં સોનું વધ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનની એક્સપોર્ટ એપ્રિલમાં ૮.૫ ટકા વધીને ૨૯૫.૪૨ અબજ ડૉલરે પહોંચી હતી જે માર્કેટની આઠ ટકાના વધારાની ધારણાથી ઊંચી રહી હતી. જોકે માર્ચમાં એક્સપોર્ટ ૧૪.૫ ટકા વધી હતી એના કરતાં એપ્રિલમાં ઘટી હતી. ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં લૉકડાઉન અમલમાં હોવાથી સતત બીજે મહિને ચીનની એક્સપોર્ટ ગયા વર્ષથી વધી હતી. ચાઇનીઝ પ્રોડક્ટની એક્સપોર્ટ રશિયામાં ગયા એપ્રિલથી ત્રણ ગણી વધી હતી, જ્યારે યુરોપિયન દેશોમાં ૩.૯ ટકા, જપાનમાં ૧૧.૫ ટકા, દક્ષિણ કોરિયામાં ૦.૯ ટકા, ઑસ્ટ્રેલિયામાં ૧૦.૨ ટકા અને એશિયન દેશોમાં ૪.૫ ટકા વધી હતી જેની સામે ચાઇનીઝ પ્રોડક્ટની એક્સપોર્ટ અમેરિકામાં ૬.૫ ટકા અને તાઇવાનમાં ૧૪.૪ ટકા ઘટી હતી. ૨૦૨૩ના પ્રથમ ચાર મહિનામાં ચીનની એક્સપોર્ટ ૨.૫ ટકા વધી હતી. 
ચીનની ઇમ્પોર્ટ એપ્રિલમાં ૭.૯ ટકા ઘટીને ૨૦૫.૨૧ અબજ ડૉલરે પહોંચી હતી જે માર્ચમાં ૧.૪ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ઇમ્પોર્ટ યથાવત્ રહેવાની હતી. અમેરિકન ડૉલરની ચાઇનીઝ યુઆન સામેની મજબૂતાઈ, ધીમી ડૉમેસ્ટિક ડિમાન્ડ અને કૉમોડિટીના નીચા ભાવને કારણે ઇમ્પોર્ટ વૅલ્યુ ઘટી હતી. ખાસ કરીને ચીનની ક્રૂડ તેલ ઇમ્પોર્ટ એપ્રિલમાં ૧.૪૫ ટકા ઘટી હતી જે માર્ચમાં ૨૨.૫ ટકા વધી હતી. કૉપર, સોયાબીન, આયર્ન ઑરની ઇમ્પોર્ટ ઘટી હતી, પણ નૅચરલ ગૅસની ઇમ્પોર્ટ ૧૧ ટકા વધી હતી. 

ચીનની ઇમ્પોર્ટ ઘટવા સામે એક્સપોર્ટ વધતાં ટ્રેડ સરપ્લસ એપ્રિલમાં વધીને ૯૦.૨ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે એપ્રિલમાં ૭૧.૬ અબજ ડૉલર હતી. અમેરિકા સાથેની ટ્રેડ સરપ્લસ વધીને ૨૯.૭ અબજ ડૉલરે પહોંચી હતી જે માર્ચમાં ૨૭.૬ અબજ ડૉલર હતી. 

અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન આગામી એક વર્ષ માટેનું ઘટીને એપ્રિલમાં ૪.૪ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૪.૭ ટકા હતું. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઘટવાનું કારણ કૉલેજ એજ્યુકેશન એપ્રિલમાં ૭.૮ ટકા મોંઘું બન્યું હતું જે માર્ચમાં ૮.૯ ટકા મોંઘું થયું હતું. ફેડ પ્રાઇસ એપ્રિલમાં ૫.૮ ટકા વધી હતી જે માર્ચમાં ૫.૯ ટકા વધી હતી. જોકે ગૅસ પ્રાઇસ એપ્રિલમાં ૫.૧ ટકા વધી હતી જે માર્ચમાં ૪.૬ ટકા વધી હતી. આગામી ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૦.૧ ટકા વધીને ૨.૯ ટકા અને આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ ૦.૧ ટકા વધીને ૨.૬ ટકાએ પહોંચ્યું હતું. 

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે વધીને ૧૦૧.૫ના લેવલે પહોંચ્યો હતો જે સતત બીજા સેશનમાં વધ્યો હતો. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટના નિર્ણયની રાહે ડૉલરમાં લેવાલી વધી હતી. ઇન્ટરેસ્ટ રેટના ડેટા બાદ ઇન્ટરેસ્ટ રેટ વધારા અંગેની અનિશ્ચિતતા ઓછી થવાની ધારણા છે. અમેરિકાના કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ડેટા બુધવારે અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ડેટા ગુરુવારે જાહેર થશે. 

ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં માર્ચમાં સતત ત્રીજે મહિને ૦.૪ ટકાનો વધારો થયો હતો, જેમાં ફેબ્રુઆરીમાં ૦.૪ ટકાનો વધારો થયો હતો. ખાસ કરીને ફૂડના રીટેલ સેલ્સમાં માર્ચમાં સતત ૧૩મા મહિને વધારો થયો હતો. કૅફે, રેસ્ટોરાં, ટેકઅવે ફૂડ વગેરેના સેલ્સમાં પણ વધારો થયો હતો. છેલ્લા એક વર્ષમાં ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં ૫.૪ ટકાનો વધારો થયો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

અમેરિકન ફેડરલ રિઝર્વે છેલ્લા ૧૪ મહિનાથી ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કર્યો છે અને કુલ દસ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છે છતાં પણ સોનું અત્યારે ૨૦૦૦ ડૉલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા ૧૪ મહિનામાં ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને પચીસ બેસિસ પૉઇન્ટથી વધારીને ૫૨૫ બેસિસ પૉઇન્ટે પહોંચાડ્યા છે. આટલા ઊંચા ઇન્ટરેસ્ટ રેટને કારણે બૅ​ન્કિંગ ક્રાઇસિસ ઊભી થઈ છે અને ઇકૉનૉમિક ગ્રોથને મોટી અસર થતાં રિસેશનનો ભય વધ્યો છે. આથી હવે ફેડને આગામી છથી બાર મહિનામાં ગમે ત્યારે ઇન્ટરેસ્ટ રેટમાં ફરજિયાત ઘટાડો કરવો પડશે. આ ઘટાડો જ્યારે પણ આવશે ત્યારે સોનામાં મોટી તેજી થશે. જો હાલ ઇન્ટરેસ્ટ રેટ સતત વધી રહ્યા હોવા છતાં સોનું ૨૦૦૦ ડૉલર ઉપર હોય તો કલ્પના જ કરવાની રહેશે તો ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની શરૂઆત થશે ત્યારે સોનામાં કેટલી મોટી તેજી જોવા મળશે? આથી અનેક ઇકૉનૉમિસ્ટો અને બુલ્યન ઍનલિસ્ટો માની રહ્યા છે કે સોનામાં હાલ જે તેજી થઈ રહી છે એ તો માત્ર ટ્રેલર છે, તેજીનું આખું પિક્ચર તો હજી જોવાનું બાકી છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૧,૫૩૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૧,૨૮૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૬,૩૯૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news inflation commodity market