મિડલ ઈસ્ટ ટેન્શનને પગલે સોનામાં ત્રણ સપ્તાહ બાદ પ્રથમ સાપ્તાહિક ઉછાળો નોંધાયો

24 February, 2024 08:10 AM IST  |  Mumbai | Mayur Mehta

ડૉલર ઇન્ડેક્સ બે સપ્તાહ વધ્યા બાદ ચાલુ સપ્તાહે ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં સતત ટેન્શન વધી રહ્યું હોવાથી સોનામાં ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં પ્રથમ સાપ્તાહિક વધારો અગાઉનાં બે સપ્તાહના ઘટાડા બાદ જોવા મળ્યો હતો.

વિદેશ પ્રવાહ

મિડલ ઈસ્ટમાં યમન અને ઈરાનનું સમર્થન ધરાવતાં હુથી આતંકવાદીઓની ગતિવિધિ સતત વધી રહી છે. હુથી આતંકવાદી જૂથે ઇઝરાયલના તમામ પોર્ટ અને શહેરો પર મિસાઇલ અને ડ્રોનથી અટૅક કરવાની ચેતવણી આપી છે તેમ જ બ્રિટનની વેસલ્સ પર અટૅકની જવાબદારી સ્વીકારીને આવા વધુ અટૅક કરવાની ચીમકી પણ આપી હતી. મિડલ ઈસ્ટમાં ટેન્શન વધતાં સોનું ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં ૦.૪ ટકા વધ્યું હતું જે અગાઉ બે સપ્તાહ દરમ્યાન સાપ્તાહિક રીતે ઘટ્યું હતું. શુક્રવારે બપોર બાદ સોનામાં પ્રૉફિટ બુકિંગ જોવા મળતાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. સોનાના પ્રત્યાઘાતી ઘટાડાની અસરે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ નજીવો ૦.૦૫ ટકા વધીને ૧૦૩.૯૧ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. ફેડ ગવર્નર ક્રિષ્ટોફર વૉલરે જણાવ્યું હતું કે ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો માર્કેટની ધારણાથી ઘણો મોડો આવી શકે છે. ફેડ હાલ ઇન્ફ્લેશનના બે ટકાના ટાર્ગેટને વળગી રહેવા માગે છે. જાન્યુઆરીનું હેડલાઇન ઇન્ફ્લેશન વધતાં હવે ફેડને ઇન્ફ્લેશનના ટાર્ગેટ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઇન્ટરેસ્ટ રેટમાં વહેલો ઘટાડો કરવાથી ઇકૉનૉમીને નુકસાન થઈ શકે છે. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં થોડો ઘટ્યો હતો એની અસરે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો મોડો આવી શકે છે. અમેરિકન ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૪.૩૨૬ ટકા રહ્યાં હતાં. 
અમેરિકાનો મૅન્યુફેક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં ફેબ્રુઆરીમાં વધીને ૧૭ મહિનાની ઊંચી સપાટીએ ૫૧.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૦.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૫ પૉઇન્ટની હતી. મૅન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છેલ્લા ત્રણ મહિનામાં સૌપ્રથમ વખત આઉટપુટ વધ્યું હતું. નવા ઑર્ડરનો વધારો દોઢ વર્ષનો સૌથી વધુ હતો અને સપ્લાય ચેઇનમાં વધારો થતાં

ગ્રોથ વધ્યો હતો. 
અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં ફેબ્રુઆરીમાં ઘટીને ૫૧.૩ પૉઇન્ટ રહ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૨.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા બાવન પૉઇન્ટની હતી. અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત ૧૩ મહિના વધ્યા બાદ ફેબ્રુઆરીમાં ઘટ્યો હતો. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર ઘટી રહ્યા હોવાથી ગ્રોથ ઘટ્યો હતો.

અમેરિકાની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૭૭.૬ ટકા હોવાથી અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં ઘટ્યો હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં ઘટીને ૫૧.૪ પૉઇન્ટ રહ્યો હતો જે જાન્યુઆરીમાં બાવન પૉઇન્ટ રહ્યો હતો. પ્રાઇવેટ સેક્ટરમાં સેલ્સ ગ્રોથ ઘટ્યો હોવાથી ફ્યુચર આઉટપુટ વિશે કૉન્ફિડન્સ ઘટ્યો હતો.

અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૧૭મી ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૨ હજાર ઘટીને પાંચ સપ્તાહની નીચી સપાટીએ ૨.૦૧ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૧૮ લાખની હતી. એ​ક્ઝિ​સ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ પણ ૨૭ હજાર ઘટીને ૧૮.૬૨ લાખે પહોંચ્યા હતા.

અમેરિકાના એ​ક્ઝિ​સ્ટિંગ હાઉસિંગ સેલ્સ જાન્યુઆરીમાં ૩.૧ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૪૦ લાખે પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ૩૮.૮ લાખ રહ્યું હતું અને માર્કેટની ધારણા ૩૯.૭ લાખના સેલ્સની હતી. ચીનમાં નવા હોમ પ્રાઇસ જાન્યુઆરીમાં ૦.૭ ટકા ઘટ્યા હતા જે ડિસેમ્બરમાં ૦.૪ ટકા ઘટ્યા હતા. નવા હોમ પ્રાઇસ સતત સાતમા મહિને ઘટીને દસ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટી અને સેન્ટ્રલ બૅન્ક દ્વારા હાઉસિંગ સેક્ટરની મંદીને રોકવા અનેક ​સ્ટિમ્યુલેસ પૅકેજ જાહેર કરવામાં આવ્યાં હોવા છતાં હાઉસિંગ માર્કેટની મંદી સતત આગળ વધી રહી છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની જાન્યુઆરીમાં યોજાયેલી મીટિંગની મિનટ્સમાં મોટા ભાગના મેમ્બરોએ હાલ ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો પ્રીમૅચ્યોર હોવાથી એની ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. મોટા ભાગના મેમ્બરોએ ઇન્ફ્લેશન બૅન્કના બે ટકાના ટાર્ગેટ સુધી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો ન કરવાની અપીલ કરી હતી. 

સોના-ચાંદી ભાવ  

સોનું ૯૯.૯- 
સોનું ૯૯.૫-
ચાંદી-

કરન્સી 

ડૉલર-૮૨.૮૮
યુરો -૮૯.૭૧
પાઉન્ડ-૧૦૪.૯૫
યેન-૫૫.૦૩

business news gold silver price columnists