29 April, 2021 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક બજારમાં સ્ટીલના ઉત્પાદનમાં ગત નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં વધારો જોવા મળ્યો છે. વર્લ્ડ સ્ટીલ અસોસિએશનના આંકડાઓ પ્રમાણે વૈશ્વિક બજારમાં માર્ચ મહિનામાં ક્રૂડ સ્ટીલના ઉત્પાદનમાં ૧૫.૨ ટકાનો વધારો થઈને ૧૬૯૨ લાખ ટનનું ઉત્પાદન થયું છે. વિશ્વમાં સૌથી વધુ સ્ટીલનું ઉત્પાદન ચીનમાં થયું છે અને ચીનમાં માર્ચ મહિનામાં ઉત્પાદનમાં ૧૯.૧ ટકાનો વધારો થઈને ૯૪૦ લાખ ટનનું ઉત્પાદન થયું છે. જ્યારે બીજા નંબરે ભારતમાં સ્ટીલનું ઉત્પાદન ૨૩.૯ ટકા વધીને ૧૦૦ લાખ ટનનું થયું છે. જ્યારે જપાનમાં ૪.૬ ટકાનો વધારો થઈને ૮૩ લાખ ટનનું ઉત્પાદન થયું છે.
અમેરિકામાં સ્ટીલના ઉત્પાદનમાં એક ટકાનો વધારો થઈને ૭૧ લાખ ટન અને રશિયામાં ૯.૪ ટકા વધીને ૬૬ લાખ ટનનું ઉત્પાદન થયું છે. સાઉથ કોરિયામાં ૪.૭ ટકા વધીને ૬૧ લાખ ટનનું ઉત્પાદન થયું છે.