11 November, 2024 08:48 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ગ્લોબલ વૉર્મિંગનાં વરવાં પરિણામો હવે સપાટી પર આવી રહ્યાં છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે વરસાદ, ગરમી અને ઠંડીની ઋતુમાં અસંતુલન વધતાં દરેક દેશમાં કૃષિઉત્પાદનને માઠી અસર પહોંચી છે. ભારત અને ચીન જેવા જંગી વસ્તી ધરાવતા દેશોમાં મોંઘવારીનો પડકાર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ઇટલીની રાજધાની રોમમાં આવેલી ઇન્ટરનૅશનલ એજન્સી યુનાઇટેડ નેશન્સના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (ફાઓ) દ્વારા દર મહિને ગ્લોબલ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. ઑક્ટોબર મહિનાનો આ ઇન્ડેક્સ વધીને ૧૮ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. હાલ યુરોપિયન સમૂહના ૨૯ દેશો અને કાળા સમુદ્ર વિસ્તારના દેશો રશિયા, યુક્રેન, ઉઝબેકિસ્તાન વગેરેમાં દુકાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે જેને કારણે આ દેશોમાં ઉત્પાદિત કૃષિપેદાશોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા છે. બ્રાઝિલ-આર્જેન્ટિનામાં છેલ્લા છ મહિનાથી અપૂરતો વરસાદ પડી રહ્યો છે. એ જ રીતે મલેશિયા, ઇન્ડોનેશિયામાં કમોસમી વરસાદનો માર પડી રહ્યો છે. અમેરિકામાં ચાલુ વર્ષે જુલાઈથી નવેમ્બર દરમ્યાન પચીસ વાવાઝોડાં આવવાની આગાહી અંતર્ગત હાલ દર અઠવાડિયે એક નવું વાવાઝોડું ઉદ્ભવે છે અને અનેક વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે. આવી અનેક ઘટના વિશ્વના કોઈ પણ ખૂણે છાશવારે બની રહી છે.
ફાઓના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં ખાદ્ય તેલના ઊંચા ભાવને કારણે વધારો જોવા મળ્યો હોવાથી વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ઑક્ટોબરમાં વધીને ૧૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ફાઓનો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ વધીને ઑક્ટોબરમાં ૧૨૭.૪ પૉઇન્ટ્સે પહોંચ્યો હતો જે ૧૨૪.૯ પૉઇન્ટ્સ હતો. એક મહિનામાં ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સમાં અઢી પૉઇન્ટનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ૫.૫ ટકા વધ્યો છે અને ઑક્ટોબરમાં ઇન્ડેક્સ છેલ્લા ૧૮ મહિનાનો સૌથી ઊંચો હતો. રશિયાએ જ્યારે યુક્રેન પર ફેબ્રુઆરી ૨૦૨૨માં આક્રમણ કર્યું ત્યારે ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ વધ્યો હતો, ત્યાર બાદ હાલ એમાં વધારો થઈ રહ્યો છે. ફાઓએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે નૉનવેજ સિવાય તમામ કૅટેગરીના ભાવ વધ્યા હતા. ખાદ્ય તેલમાં પાછલા મહિનાની સરખામણીએ ૭ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો જેને પામતેલના ઉત્પાદન વિશેની ચિંતાને ટેકો મળ્યો હતો. એકંદરે ઇન્ડેક્સ સપ્ટેમ્બરથી વધવાનો ચાલુ થયો છે. સપ્ટેમ્બરમાં ખાંડના વધતા ભાવને પગલે જુલાઈ ૨૦૨૩ પછીની એની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બ્રાઝિલમાં દુકાળની અસર વધતાં શેરડીના ઉત્પાદનમાં મોટા ઘટાડાનો અંદાજ સામે આવી રહ્યો છે જેને પગલે ઑક્ટોબરમાં ખાંડના ભાવ ૨.૬ ટકા વધ્યા હતા. સપ્ટેમ્બરથી અનાજના ભાવમાં ૦.૮ ટકાનો વધારો થયો છે. ઉત્તર ગોળાર્ધમાં વાવેતરની સ્થિતિ અને બિનસત્તાવાર રશિયન નિકાસ ભાવમાં વધારાની રજૂઆતને પગલે ઘઉંના ભાવ પણ વધ્યા છે. ડેરીના ભાવમાં લગભગ બે ટકાનો વધારો થયો હતો જેને ચીઝ અને બટર દ્વારા ટેકો મળ્યો હતો જે બન્ને મજબૂત માગ અને મર્યાદિત પુરવઠાનો સામનો કરે છે. ફાઓએ એક મહિના પહેલાં ૨૦૨૪ના વૈશ્વિક અનાજ ઉત્પાદન માટેનું અનુમાન ૨૮૫૩ અબજ ટનથી ઘટાડીને ૨૮૪૮ અબજ ટન કર્યું છે. વૈશ્વિક બજારમાં અનાજ અને ખાદ્ય તેલના ભાવ આગામી દિવસોમાં હજી પણ ઊંચા રહે એવી સંભાવના છે જેને પગલે સરેરાશ મોંઘવારી-દર આગામી મહિનામાં પણ ઊંચો જ રહે એવી સંભાવના છે. મલેશિયામાં પામતેલના ઉત્પાદનમાં ઘટાડો અને ઇન્ડોનેશિયામાં બાયોડીઝલ ૪૦ ટકા મિશ્રિત ફરજિયાત કરવાની જાહેરાતને પગલે પામતેલનો વપરાશ બાયોડીઝલ બનાવવા માટે વધી જશે જેને કારણે ખાદ્ય તેલના ભાવ ઊંચકાયા છે.
ટ્રમ્પની જીત બાદ ગ્લોબલ વૉર્મિંગ સામેની લડાઈ નબળી પડશે
ડોનલ્ડ ટ્રમ્પને ગ્લોબલ વૉર્મિંગની બહુ ચિંતા નથી એવું તેમના અગાઉના શાસનના નિર્ણય પરથી કયાસ કાઢવામાં આવ્યો છે. ગ્લોબલ વૉર્મિંગ સામેની લડાઈની પૅરિસ સમિટમાં ટ્રમ્પે એ વખતે અમેરિકાને સામેલ કર્યું નહોતું તેમ જ ટ્રમ્પે ઇલેક્શન કૅમ્પેનમાં રિન્યુએબલ એનર્જી, સોલર એનર્જી જેવી યોજનાઓની ભારે ટીકા કરી હતી આથી ટ્રમ્પની જીત બાદ ગ્લોબલ વૉર્મિંગ સામેની લડાઈ નબળી પડશે એવું અનેક પર્યાવરણવાદીઓ અને ઍનલિસ્ટો માની રહ્યા છે.
ભારતમાં ઘઉંના ભાવ વિકમી ટોચે હતો
દેશમાં ઘઉંના ભાવ ૩૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વિક્રમી ઊંચાઈની નજીક પહોંચી ગયા છે. આના પરિણામે ફ્લોર મિલોએ આ નાણાકીય વર્ષ માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ શરૂ કરવાની માગ કરી છે અથવા ઓછી ડયુટી પર આયાતની મંજૂરી આપવાની રજૂઆત કરી છે, પણ સરકારે આ પ્રકારની રજૂઆતને નકારી કાઢી છે. રાજસ્થાન કે મધ્ય પ્રદેશ કે હરિયાણા કે પંજાબમાં ઘઉં ઉપલબ્ધ નથી. એ માત્ર ઉત્તર પ્રદેશમાં જ ઉપલબ્ધ છે. આના કારણે ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ઘઉં ૩૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઉપલબ્ધ છે. માંગ-પુરવઠાની સ્થિતિ તંગ છે. ઘઉં ફક્ત ખાનગી સ્ટોકિસ્ટો દ્વારા જ ઉપલબ્ધ છે. કૃષિ મંત્રાલયની વેબસાઈટના ડેટા અનુસાર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ઘઉંની એવરેજ કિંમત ૨૮૧૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આ વર્ષના પાક માટે મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) ૨૨૭૫ રૂપિયા છે, ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા દર્શાવ છે કે છૂટક ઘઉંના ભાવમાં છેલ્લા મહિનામાં ૨.૨ ટકા અને પાછલા વર્ષમાં ૪.૪ ટકાનો વધારો એટલે કે પ્રતિ કિલો ૩૧.૯૮ રૂપિયાનો વધારો થયો છે. ઘઉંના ભાવવધારાને રોકવા ગયા મહિને પ્રધાનોના ઉચ્ચ સ્તરીય જૂથે ઓપન માર્કેટ વેચાણને બદલે Chirantana Bhatt : બેન્ચમમાં ઈનેક્સના સ્ટૉક્સમાંથી સિલેક્ટિવ મજબૂત બની રહ્યા છે અને સ્થાનિક સંસ્થાઓ- સૌત, રૂપિયા- ચાર્ટ મસાલા નિફ્ટી ફ્યુચર ઉપર ગાળાનો પ્રવાત નરમાઈતરફી, અઠવાડિક શક્યતા. ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મનલી હિન્દુસ્તાન યુ ધોરલે લાંબા ગાળાનો પ્રવાત સુધારાતરહી ૨૨૯૯,૭૯ના છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૩૯૧૨ દૈનિક પોરશે ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૯૫ ઓવરસોલ્ડ ગણાય. (દાખલા તરીકે પૅટર્નની ઓવરબોટલો (હોરિઝોન્ટલ) પહોળાઈ ૨૦ દિવસ ઉપરમાં ૨૫૩ લાંબી હોય તો બ્રેકઆઉટ ૧૦થી ૧૫ મહત્ત્વની સલ જાહેર વિતરણ પ્રણાલી અથવા રેશન દ્વારા વધુ ઘઉં માર્કેટમાં ઠાલવવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં ખાદ્ય પ્રધાન પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું કે તામિલનાડુએ પબ્લિક ડ્રિસ્ટ્રિબ્યુશન સ્કીમ હેઠળ પાંચ કિલો ચોખાને બદલે બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપવાનું ચાલુ કર્યું છે, કારણ કે ઘઉંની માગ વધી રહી છે. રેશનિંગમાં વધુ ઘઉં સપ્લાય કરવાનો નિર્ણય રાજકીય છે, ઓપન માર્કેટ સેલ સ્કીમ શરૂ ન કરવાના પગલાનો અર્થ એ છે કે સરકાર બજાર વિશે ચિંતિત નથી. એવું દિલ્હીસ્થિત એક વેપાર-વિશ્લેષકે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ઘઉં લગામગ ૨૮૦૦ રૂપિયામાં ઉપલબ્ધ હોવા છતાં ચેન્નઈના કોઇમ્બતુર અથવા બેન્ગલોર પહોંચે ત્યારે એની કિંમત ૩૪૦૦ રૂપિયા બોલાય છે. વેપારી સૂત્રોનું સ્પષ્ટ કહેવું છે કે સરકારે ઘઉંના ઉત્પાદનનો અંદાજ ખોટો કાઢયો છે. એણે રેકોર્ડબેક ૧૧૩૨.૯ લાખ ટનનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ એ બહુ મોટો છે. ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલી સ્ટોક-લિમિથી કોઈ ફાયદો થયો નથી. પુરવઠા- માગની સ્થિતિમાં સુધારો કરવા માટે ઓછી ડયુટી પર ૩૦-૪૦ લાખ ટન ઘઉંની આયાતની મંજૂરી આપવી. જોઈએ.