22 March, 2023 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક અર્થવ્યવસ્થાથી વિપરીત ભારત ૨૦૨૨-’૨૩માં પ્રાપ્ત વિસ્તરણની ગતિ ધીમી કરશે નહીં અને જાળવી રાખશે એમ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના એક લેખમાં જણાવાયું હતું.
રિઝર્વ બૅન્ક બુલેટિનની માર્ચ એડિશનમાં પ્રકાશિત અર્થતંત્રની સ્થિતિ પરના લેખમાં કહેવામાં આવ્યું છે કે અમે ભારત વિશે આશાવાદી રહીએ છીએ, ગમે એટલી મુશ્કેલી હોય તો પણ ભારતનો ગ્રોથ જળવાઈ રહેશે.
એનએસઓનું ફેબ્રુઆરીના અંતમાં ડેટા રિલીઝ સૂચવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વના ઘણા ભાગ કરતાં વધુ સારી સ્થિતિમાં છે, જેનું મુખ્ય કારણ એની પ્રદર્શિત સ્થિતિસ્થાપકતા અને સ્થાનિક ડ્રાઇવરો પરની એની નિર્ભરતાને કારણે છે.
વૈશ્વિક નાણાકીય બજારોની હોડમાં વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડી જવાની અથવા તો ૨૦૨૩માં મંદીમાં પ્રવેશવાની તૈયારીમાં હોવા છતાં ભારત ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાથી સતત ગતિ સાથે, શરૂઆતમાં વિચાર્યું હતું એના કરતાં વધુ મજબૂત રોગચાળાના સમયમાંથી બહાર આવ્યું છે એમ લેખમાં જણાવ્યું છે.