ગિફ્ટ નિફ્ટી કૉન્ટ્રૅક્ટ્સમાં 20.84 અબજ યુએસ ડૉલરના રેકૉર્ડ ઓપન ઇન્ટરેસ્ટ

27 September, 2024 01:09 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

એનએસઈ ઇન્ટરનૅશનલ એક્સચેન્જ પર ગિફ્ટ નિફ્ટી પૂર્ણ કક્ષાએ 2023ની 3 જુલાઈએ લોન્ચ કરાયો ત્યારથી ટર્નઓવર વધી રહ્યું છે. 2024ની 24 સપ્ટેમ્બર સુધીમાં ગિફ્ટ નિફ્ટીમાં કૉન્ટ્રૅક્ટ્સનું વૉલ્યુમ થઈ ચૂક્યું છે જેનું મૂલ્ય 1.15 લાખ કરોડ ડૉલર છે.

પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગરસ્થિત નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના ગિફ્ટ (ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક-સિટી) ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસ સેન્ટર (આઇએફએસસી) ખાતે ગિફ્ટ નિફ્ટીમાં 20.84 અબજ યુએસ ડૉલર (1,74,275 કરોડ રૂપિયા)ના મૂલ્યના 3,99,188 કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટનો ઑલટાઇમ હાઈ રેકૉર્ડ નોંધાયો હતો. બુધવારે બનેલી આ ઘટનાના દિવસે અત્યાર સુધીના સૌથી અધિક દૈનિક ટર્નઓવરનો રેકૉર્ડ પણ સર્જાયો હતો અને દૈનિક ટર્નઓવર 22.72 અબજ ડૉલર (1,90,026 કરોડ રૂપિયા) થયું હતું. વધી રહેલા ઓપન ઇન્ટરેસ્ટ એનું સમર્થન કરે છે કે વૈશ્વિક રોકાણકારોની ગિફ્ટ નિફ્ટી કૉન્ટ્રૅક્ટ્સમાં સામેલગીરી અને વિશ્વાસ વધી રહ્યાં છે.

એનએસઈ ઇન્ટરનૅશનલ એક્સચેન્જ પર ગિફ્ટ નિફ્ટી પૂર્ણ કક્ષાએ 2023ની 3 જુલાઈએ લોન્ચ કરાયો ત્યારથી ટર્નઓવર વધી રહ્યું છે. 2024ની 24 સપ્ટેમ્બર સુધીમાં ગિફ્ટ નિફ્ટીમાં કૉન્ટ્રૅક્ટ્સનું વૉલ્યુમ થઈ ચૂક્યું છે જેનું મૂલ્ય 1.15 લાખ કરોડ ડૉલર છે.

business news nifty gandhinagar national stock exchange stock market crypto currency