પર્સનલ ઇન્કમ ટૅક્સ સાથે જીડીપીનો રેશિયો વધી ૨.૯૪ ટકા થયો

27 April, 2023 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્સનલ ઇન્કમ ટૅક્સનો આંકડો વધીને ૬.૯૬ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જીડીપીની ટકાવારી તરીકે પર્સનલ ઇન્કમ ટૅક્સ વર્ષ ૨૦૧૪-’૧૫માં ૨.૧૧ ટકાથી વધીને ૨૦૨૧-’૨૨ના નાણાકીય વર્ષમાં ૨.૯૪ ટકા થયો છે, જે દર્શાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની વર્તમાન સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંના પરિણામે કરદાતાઓનો આધાર વધી રહ્યો છે. 

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી) સાથેની સમીક્ષા બેઠકમાં, નાણાપ્રધાન નિર્મલા સીતારમણને કરદાતાના આધારને વિસ્તૃત કરવા માટે સર્વોચ્ચ પ્રત્યક્ષ કર સંસ્થા દ્વારા લેવામાં આવેલાં વિવિધ પગલાંઓની અસર વિશે જાણ કરવામાં આવી હતી એમ નાણામંત્રાલયે જણાવ્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે વ્યક્તિગત આવકવેરા જે વ્યક્તિઓ દ્વારા ચૂકવવામાં આવે છે અને જીડીપી રેશિયો નાણાકીય વર્ષ ૨૦૧૪-’૧૫માં ૨.૧૧ ટકાથી નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં ૨.૯૪ ટકા સુધી સતત વધી રહ્યો છે.

પર્સનલ ઇન્કમ ટૅક્સ કલેક્શન (સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ સહિત) વધીને ૬.૯૬ લાખ કરોડ રૂપિયાથી વધુ થયું હતું, જે ૨૦૧૪-’૧૫માં ૨.૬૫ લાખ કરોડ રૂપિયાથી વધુ હતું.

business news gdp