ભારતીય ઇક્વિટીમાં એફપીઆઇએ ૩૭,૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

11 April, 2023 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇતિહાસમાં પહેલી વાર સતત બે વર્ષ સુધી નાણાં પાછાં ખેંચાયાં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શૅરબજારમાં ૨૦૨૧-’૨૨માં રેકૉર્ડ ભંડોળ પાછું ખેંચ્યા પછી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ ગયા નાણાકીય વર્ષમાં પણ તેમનું વેચાણ ચાલુ રાખ્યું હતું અને વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બૅન્કો દ્વારા આક્રમક દર વધારા વચ્ચે ભારતીય ઇક્વિટીમાંથી ૩૭.૬૩૧ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા.

જિયોજિત ફાઇનૅન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રૅટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં આઉટફ્લોનો ટ્રેન્ડ રિવર્સ થવાની શક્યતા છે, કારણ કે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં ભારતની વૃદ્ધિની શ્રેષ્ઠ સંભાવના છે.

બજારના વિશ્લેષકો માને છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં એફપીઆઇનો પ્રવાહ, યુએસ ફેડરલ રિઝર્વની નીતિ, વલણ, તેલના ભાવની ગતિવિધિ અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં વિકાસ જેવાં ઘણાં પરિબળ દ્વારા નક્કી કરવામાં આવશે.

એફપીઆઇએ ૧૯૯૩માં રોકાણ કરવાનું શરૂ કર્યું ત્યારથી આ પ્રથમ વખત છે જ્યારે તેઓએ બે નાણાકીય વર્ષ માટે સતત વેચાણ કર્યું. તેઓએ ૨૦૨૨માં ૧.૪ લાખ કરોડ રૂપિયાની ઇક્વિટી વેચી હતી. જોકે ૨૦૨૩માં વેચાણની ગતિ ધીમી પડીને ૩૭.૬૩૨ કરોડ રૂપિયા થઈ હતી એવું ડિપોઝિટરીઝના ડેટા દર્શાવે છે.

business news share market stock market national stock exchange bombay stock exchange