10 February, 2023 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
રીટેલ ગ્રાહકો માટે સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી અથવા ઈ-રૂપી પર પાંચ વધુ બૅન્કો પાઇલટ પ્રોજેક્ટ સાથે જોડાશે અને પ્રોજેક્ટને નવ વધારાનાં શહેરો સુધી લંબાવવામાં આવશે એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું.
રિઝર્વ બૅન્કે પાંચ શહેરોમાં આઠ બૅન્કો સાથે ડિસેમ્બરની શરૂઆતમાં છૂટક ગ્રાહકો માટે સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી અથવા ઈ-રૂપિયાની શરૂઆત કરી હતી, તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે એની સાથે ઉતાવળ કરવા માગતી નથી, પરંતુ ધીમી અને સ્થિર અપનાવવાની તરફેણ કરે છે.
રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર ટી રવિ શંકરે જણાવ્યું હતું કે આ સેવા હવે પાંચ શહેરોમાં આઠ બૅન્કો દ્વારા આમંત્રણના આધારે ઑફર કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ગ્લીચ-ફ્રી અપનાવવામાં આવેલ છે એ જોતાં, પાઇલટ સેવા ઉપલબ્ધ હોય એવાં શહેરોની સંખ્યામાં વધારો કરવા સાથે પ્લૅટફૉર્મ પર ટૂંક સમયમાં વધુ પાંચ બૅન્કો ઉમેરવામાં આવશે, એમ શંકરે જણાવ્યું હતું.