ભારત 2022- 2030: સમૃદ્ધિ તરફ લઈ જતા પરિબળો, વાંચો વધુ

18 January, 2023 07:35 PM IST  |  Mumbai | Nirali Kalani

દેશમાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ફાસ્ટ બન્યું છે. કન્ઝયુમર સ્પેન્ડિંગ એટલે કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં વધવો. જેમ કે આજે  એક સાવ સામાન્ય માણસ પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતો થયો છે.

ભારતને સમૃદ્ધિ તરફ લઈ જતાં પરિબળો

વર્ષે 2020 પહેલાના ભારત (India)ની અને પછીના ભારતની વાત કરીએ તો અનેક ક્ષેત્રે ભારત આગળ આવ્યું છે. એક સમયે ગરીબોનો દેશ કહેવાતો ભારત હવે સમૃદ્ધીના માર્ગ તરફ પર્યાણ કરી રહ્યો છે. આ મુદ્દે વાત કરતાં ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખ (Ninad Parikh) જણાવે છે કે ઓટોમોબાઈલ (Automobile) ક્ષેત્રે આપણે હરણફાળ પ્રગતિ કરી છે. દેશમાં પહેલા માત્ર બજાજ (Bajaj)અને મારુતિ (MarutI) જેવી કંપનીના જ વાહનો જોવા મળતા, જયારે કે હવે ઈલેક્ટ્રિક વાહનોથી માંડીને કિયા, મર્સિડીઝ (Mercedes), બલેનો અને સ્વિફ્ટ જેવી અનેક કંપનીઓના વાહનો ભારતના બજારમાં જોવા મળતા થયા છે, એ પણ નવી ટેક્નોલોજી સાથે. આ સાથે જ હવે ભારત ડિજિટલ ઈન્ડિયા (Digital India) થવા લાગ્યુ છે, UPI, Bharat  Pay, Paytm દ્વારા પેમેન્ટની આપ-લે સરળ બની છે. લોકો હવે સેંકડમાં ટ્રાન્જેક્શન કરી શકે છે. 

આ ઉપરાંત દેશમાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ફાસ્ટ બન્યું છે. કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એટલે કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં વધવો. જેમ કે આજે એક સાવ સામાન્ય માણસ પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતો થયો છે. મોટા લોકો જે વસ્તુને કન્ઝ્યુમ કરે છે તેવી અનેક વસ્તુઓનો ઉપયોગ હવે એકદમ સામાન્ય માણસ પણ કરે છે. ફર્ક એટલો છે કે એ ઓછા પ્રમાણમાં અને પોતાની સગવડ મુજબ કરે છે. ઉદા. ઘરમાં કામ કરતી મેડ પણ એવા ક્વોલિટીવાળા શેમ્પુ વાપરતી થઈ છે જે તેની માલકિન વાપરતી હોય, બસ કદમાં ફર્ક હોય. માલકિન બોટ્લ્સનો ઉપયોગ કરતી હોય તો મેડ સૅચેટનો, જે તેને પરવડી શકે. કન્ઝ્યુમર સ્પેન્ડિંગ વધવાને કારણે આપણી નબળાઈ ગણાતી એવી વસ્તી મજબુત પરિબળમાં પરિવર્તી છે. 

આ પણ વાંચો: મની મેનેજમેન્ટ: બચતમાંથી મુડી ઉભી કરવાના મહત્વના ત્રણ સ્ટેપ

આ સાથે સાથે સરકારી પ્રોજેક્ટમાં વધારો થયો છે. રોડ-રસ્તાઓ, બ્રિજ, એરપોર્ટ, નેશનલ હાઈવે જેવી સુવિધા વધુ પ્રબળ બનતી થઈ છે. ડોમેસ્ટિક, ઈમર્જિંગ અને સ્ટાર્ટઅપ્સે પણ વેગ પકડ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો તો આરોગ્ય ક્ષેત્રે પણ પ્રગતિ થઈ છે. આજે કોરોના સમયે લોકોને રસીના બે-બે ડોઝ ફ્રીમાં આપવા એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.  હેલ્થકેરમાં ભારતને કંઈ ગણતાં નહોતા એવા દેશો હવે આપણા દેશમાં બનતી રસીની ખરીદી કરતાં થયા. 

યુથ પાવર એક મજબુત પાસું બનતું થયું છે. સફળ બિઝનેસમેન્સની યાદીમાં યુવાનોના નામ નોંધાતા થયા છે. તો બીજી બાજુ મહિલા સશક્તિકરણના પણ પડઘા જોવા મળી રહ્યાં છે. એગ્રિકલ્ચરલ ક્ષેત્રે વિકાસ થયો છે. આત્મનિર્ભર ભારત `મેક ઈન ઈન્ડિયા` હેઠળ સોયથી માંડીને ડિફેન્સના સાધનો ભારતમાં બનતાં થયાં છે. મિડલ-ક્લાસ વર્ગે અપર ક્લાસ તરફ પગલાં માંડ્યા છે. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ભારતનો GDP દર પણ વધી રહ્યો છે.  પહેલા GDP  મામલે દેશ નવમા નંબરે હતો જે હવે પાંચમાં નંબર પર પહોંચ્યો છે. 2020 પહેલાં જે ભારત હતું તેમાં હવે ધીમે ધીમે બદલાવ આવી રહ્યો છે. 

 

business news narendra modi automobiles