08 November, 2024 05:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પના વિજય સાથે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નવું જોશ અને રોકાણ બન્ને આવ્યાં છે. બુધવારે ઇથેરિયમ ઈટીએફમાં ૨.૩ મિલ્યન ડૉલરનું નેટ રોકાણ આવ્યું હતું. છેલ્લાં છ સપ્તાહમાં આ સર્વોચ્ચ પ્રમાણ હતું. નોંધનીય છે કે નવાં લૉન્ચ કરાયેલાં નવ ઇથેરિયમ ઈટીએફમાં નેટ ૫૨.૩ મિલ્યન ડૉલરનું રોકાણ થયું હતું. આ જ રીતે અમેરિકામાં લિસ્ટેડ બિટકૉઇન સ્પૉટ ઈટીએફમાં બુધવારે નેટ ૬૨૧.૯ મિલ્યન ડૉલરનું રોકાણ આવ્યું હતું. ફિલેલિટીના વાઇસ ઓરિજિન બિટકૉઇન ફંડમાં સૌથી વધુ એટલે કે ૩૦૮.૮ મિલ્યન ડૉલર રોકાણ થયું હતું. બીજી બાજુ, ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કુલ કૅપિટલાઇઝેશન ૪ ટકા વધીને ૨.૪૬૪ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું.
દરમ્યાન, બિટકૉઇનના ભાવમાં ૦.૮૫ ટકાની વૃદ્ધિ સાથે ભાવ ૭૪,૬૬૦ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૬.૯૯ ટકાના વધારા સાથે ભાવ ૨૮૦૦ ડૉલર થયો હતો. બાઇનૅન્સમાં કૉઇનમાં ૧.૪૧ ટકા, રિપલમાં ૨.૨ ટકા, કાર્ડાનોમાં ૪.૦૩ ટકા અને ચેઇનલિંકમાં ૩.૩૧ ટકા વૃદ્ધિ થઈ હતી. શિબા ઇનુ ૨.૭૫ ટકા સાથે ટોચનો ઘટનાર હતો. ટ્રોનમાં ૨.૨૬ ટકા ઘટાડો થયો હતો.